<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

ભારત દેશના મહામહિમ્ રાષ્ટ્રપતિ દ્વારા મુકેશ નેગી (આસિસ્ટન્ટ ઇન્ટેલિજન ઓફિસર સી.આઈ. ડી.આઈ.બી.) ને પ્રશંસનીય સેવા મેડલની જાહેરાત

( ભરત શાહ દ્વારા )નર્મદા;મુકેશ નેગીએ ૨૦૦૦ના વર્ષમાં નર્મદા જિલ્લા પોલીસ વિભાગમાં પોલીસ તરીકે પ્રથમ પોસ્ટિંગ મેળવી નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ઉત્તમ કામગીરી સાથે પોલીસિંગની શરૂઆત કરેલ જેથી પોલીસના ઉપરી અધિકારીઓ દ્વારા તેઓને તુરંત ડિટેકશન સ્ટાફમાં નિમણૂક કરી હતી.ત્યારબાદ એસપી કચેરી નર્મદા ખાતે વિવિધ વિભાગોમાં ફરજ બજાવી અધિકારીઓ સાથે ક્રાઈમ, ઇન્ટેલિજન્સી અને કોમ્પ્યુટર રાઈઝેશન લગતી કામગીરી કરી, જે કામગીરી અધિકારીઓએ ધ્યાને લેતા ટૂંક સમયમાં તેઓ વડોદરા રેન્જ આઈ.જી.પી.રાકેશ અસ્થાનાની (આર. આર સેલ.) ટીમમાં નિમણૂક પામ્યા હતા.મુકેશ નેગીની ધગસ અને કામગીરી પ્રત્યે વફાદારી અને નિષ્ઠાના કારણે ટૂંક સમયમાં પોલીસ અધિકારીઓમાં તેઓએ ખૂબ ચાહના અને નામના મેળવી હતી.

  વર્ષ ૨૦૦૬ માં મુકેશ નેગી નાઓ ખાતાકીય પરીક્ષા પાસ કરી ગુજરાત રાજ્ય સી.આઈ.ડી. (આઈ.બી.) વિભાગ માં ડેપ્યુટેશન ઉપર તેમની આસિસ્ટન્ટ ઇન્ટેલિજન ઓફિસર તરીકેની નર્મદા જિલ્લામાં ફરીથી નિમણૂક થયેલ. નર્મદા જિલ્લામાં તેઓ દ્વારા માનવતાને જ પ્રથમતા ના સ્લોગન સાથે વહીવટી તંત્ર સાથે મળી અસાધારણ કામગીરી કરી રાજપીપળાના વિવિધ વર્ગોમાં ખૂબ નામના મેળવેલ હતી.
વર્ષ ૨૦૧૮માં વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ કાર્યક્રમમાં વિવિધ વીઆઇપી મુવમેન્ટો તેમજ કાયદો અને વ્યવસ્થા લગત સવિશેષ કામગીરી કરેલ અને વર્ષ ૨૦૧૯માં મુકેશ નેગી ની વડોદરા રીજિયન (સી.આઇ.ડી.આઇ.બી.) ખાતે બદલી થતાં એસપી સાહેબ ના માર્ગદર્શન અને સૂચના મુજબ વિશેષ કામગીરી કરી, કામગીરી પ્રત્યે વફાદારી અને સહજ વ્યક્તિત્વના કારણે તેમજ સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે એવું સાબિત કરી તેમણે પોલીસ ફરજના કાર્યકાળ દરમિયાન અનડીટેકટ ગુનાઓ ડિટેક્ટ કરી, દારૂ અને જુગારના ગણનાપાત્ર કેસો કરી, વોન્ટેડ આરોપીને પકડી કાયદો અને વ્યવસ્થા બાબતે ઇનપુટ્સ આપી, વી.વી.આઈ.પી. સુરક્ષા તેમજ ૨૬ જાન્યુઆરી ૨૦૧૭ માં  પ્રજાસત્તાક દિન નિમિત્તે ન્યુ દિલ્હી ખાતે દિલ્હી પોલીસ સાથે ફરજ બજાવી વિગેરેની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મુકેશ નેગી (આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ  ઓફિસર સી.આઈ.ડી.આઈ.બી.) ને ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તેઓ દ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય કામગીરી કરવા બદલ માન.મહામહિમ્ રાષ્ટ્રપતિનાઓ દ્વારા પ્રશંસનીય સેવા મેડલ આપવાની જાહેરાત કરી છે.      
ઉપરોક્ત જાહેરાત બાદ વડોદરા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં નિષ્ઠાવાન પોલીસ અધિકારીને મિત્રવર્તુળ અને પ્રજાજનો દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે

(11:46 PM IST)