<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

નાનકડા નલિયા ગામે છોકરાઓ સાથે ક્રિકેટ રમતી સાઇમાં ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમમાં પહોંચી

સાઈમાં ઠાકોર મુસ્લિમ સમાજની દીકરી હોય ગામડાંમાં શીખી મુંબઈ જઈ કારકિર્દી બનાવી

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાળા તાલુકના નલિયા ગામની દીકરીએ ભારતીય વુમેન્સ ક્રિકેટ ટિમમાં સ્થાન મેળવીને ગામનું નામ રોશન કર્યું છે.
  નલિયા ગામના મુસ્લિમ પરિવારની દીકરી સાઈમા ઠાકોર કે જેણે વર્ષ 2024 માં ભારતીય વુમેન્સ ક્રિકેટ ટિમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નર્મદા જિલ્લાના નાનકડા ગામ અને સામાન્ય પરિવારમાંથી આવતી સાઈમા એ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચવાનું સ્વપ્ન જાણે બાળપણમાં જ જોઈ લીધું હતું. સાઈમા વેકેશનમાં નલિયા આવતી ત્યારે તેના પરિવારના બીજા બાળકો કેરી તોડવા જતા, સંતા કુકડી જેવી રમતો રમતા પણ સાઈમા તો છોકરાઓ સાથે ક્રિકેટ રમતી મુસ્લિમ પરિવારમાં અનેક પ્રકારની પાબંદીઓ હોઈ છે પણ સાઈમાના પરિવારે તેના માટે એવી કોઈ પાબંદીઓ રાખી નોહતી તેને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરતો હતો પરિવાર, નલિયાથી મુંબઈ રહેવા ગયેલ સાઈમા મુંબઈમાં ક્રિકેટ માટે કોચિંગ કરીને તેને ક્રિકેટને પોતાનું પ્રોફેશન બનાવી લીધું હતું.તેના પિતા નોકરી કરતા અને તેને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરતા હતા.
સાઈમા ને ક્રિકેટ રમવાની પ્રેરણા ભારતીય વુમેન્સ ક્રિકેટ ટીમ ની ફાસ્ટ બોલર જુલન ગોસ્વામી અને મેન્સ ટિમ ના ઇંગ્લેન્ડ ના ફાસ્ટ બોલર જિમી એન્ડરસન માંથી મળી હતી. આ બને ક્રિકેટરો સાઈમા ના પસંદીદા ખેલાડીઓ છે. સાઈમા એ તેની પહેલી મેચ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમી હતી.જેમાં તેને 2 વિકેટ પણ ઝડપી હતી અને તેને એવોર્ડ પણ મળ્યો હતો. આ દિવસ ને તે હંમેશા યાદગાર દિવસ ગણાવી રહી છે.જોકે વુમેન્સ ક્રિકેટ માં દેશ માટે સાઈમા કઈક કરી છૂટવા માંગે છે .સાઈમા ભારતીય વુમેન્સ ટિમ માં એક બોલર ઓલરાઉન્ડર તરીકે રમી રહી છે.હાલ તેને વુમેન્સ પ્રીમિયર લીગ માં યુપી વોરિયર્સ તરફ થી ખરીદવા માં આવી છે.જેની પહેલી મેચ વડોદરા ના કોટમ્બી સ્ટેડિયમ ખાતે રમાશે.

(11:41 PM IST)