તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
શ્રી નર્મદા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મા. અને ઉ.માધ્યમિક શાળા ગરૂડેશ્વર ખાતે સાઇકલ વિતરણ કરાઈ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:શ્રી નર્મદા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ગરૂડેશ્વરમાં વર્ષ-૨૦૨૩-૨૪માં ધોરણ-૯માં અભ્યાસ કરતી કન્યાઓને સરકારની યોજના હેઠળ સાયકલનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રી નર્મદા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રી કિરણભાઇ વસાવા તથા શાળાના આચાર્ય અક્ષયકુમાર સાહુ સાહેબની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં શાળાના આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીનીઓ અને વાલીઓને સરકારની વિવિધ યોજના જેવી કે નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ અને બોર્ડની પરિક્ષાલક્ષી ચર્ચા કરી વિશેષ માહિતીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શ્રી નર્મદા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રી કિરણભાઇ વસાવા અને શાળાના આચાર્ય અક્ષયકુમાર સાહુના વરદ હસ્તે વાલીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓને ઉત્સાહ સભર સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
