<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

પ્રજાસતાકદિન નિમિતે રાજય પોલીસ દળના ૧૧ પોલીસ અધિકારીઓ-જવાનોને રાષ્‍ટ્રપતિ ચંદ્રક જાહેર

શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને ગાંધીનગર પોલીસ ભવનના નાયબ પોલીસ અધિક્ષક દિગ્‍વીજયસિંહને વિશિષ્‍ઠ સેવા મેડલ

રાજકોટ, તા., રપઃ રાજય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને જવાનોને ર૬ મી જાન્‍યુઆરીએ પ્રજાસતાકદિન નિમિતે જાહેર થયેલા વિશિષ્‍ઠ સેવા અને પ્રશંસનીય સેવા બદલ રાષ્‍ટ્રપતિ ચંદ્રકથી નવાજવાની જાહેરાત કરવામાં આવી છે.

બ્રજેશકુમાર ઝા, (આઇપીએસ) અધિક પોલીસ મહાનિદેશક પોલીસ કમિશર, રાજકોટ શહેર અને   દિગ્‍વિજયસિંહ પથુભા ચુડાસમા, નાયબ પોલીસ અધિક્ષક જી-૨ શાખા, પોલીસ ભવન, ગાંધીનગરને વિશિષ્‍ઠ સેવા એવોર્ડથી સન્‍માનીત કરવાનું જાહેર કરાયું છે. જયારે  પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ શ્રી નિલેશ જાજડીયા, (આઇપીએસ) પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ, જુનાગઢ,  ચિરાગ કોરડીયા, (આઇપીએસ) પોલીસ મહાનિરીક્ષક, સરહદી વિભાગ, કચ્‍છ-ભુજ, અશોકકુમાર રામજીભાઇ પાંડોર, હથિ.નાયબ પોલીસ અધિક્ષક, રા.અ.પો.દળ જુથ-૧૫, ઓ.એન.જી.સી. મહેસાણા, દેવદાસ ભીખાભાઇ બારડ, હથિ.નાયબ પોલીસ અધિક્ષક રા.અ.પો.દળ જુથ-૧૮, એકતાનગર નર્મદા,  બાબુભાઇ જેઠાભાઇ પટેલ, બિન હથિ. પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર એ.ટી.એસ.અમદાવાદ,  હિરેનકુમાર બાબુલાલ વરણવા, હથિયારી એ.એસ.આઇ પોલીસ અધિક્ષકની કચેરી, જામનગર,  હેમાંગકુમાર મહેશકુમાર મોદી, અનાર્મ હેડ કોન્‍સ્‍ટેબલ, પોલીસ કમિ‘રની કચેરી, અમદાવાદ શહેર,  મુકેશકુમાર આનંદપ્રકાશ નેગી, એ.આઇ.ઓ નાયબ કમિ‘ર ઓફ ઇન્‍ટેલીજન્‍સની કચેરી, વડોદરા રીજીયન, સુરેન્‍દ્રસિંહ દિલીપસિંહ યાદવ, હથિયારી પોલીસ કોન્‍સ્‍ટેબલ પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીનગરને જાહેર કરાયા છે.

(3:36 PM IST)