<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

રાજ્યમાં ફરીથી ઠંડીમાં વધારો: નલીયા 8.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર

જાણો ક્યા શહેરમાં કેટલું તાપમાન છે અને હવામાન કેવું રહેશે

અમદાવાદ :ગુજરાત રાજ્યમાં બે દિવસ ઠંડીમાં ઘટાડો થયા પછી, ફરીથી ઠંડીમાં ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક શહેરમાં તાપમાનનો પારો ફરીથી નીચે ગયેલો જોવા મળ્યો છે. આજે આપણે ક્યા શહેરમાં કેટલું તાપમાન છે અને હવામાન કેવું રહેશે તેના અંગેની જાણકારી તમને આપીશું.

તમામ શહેરના તાપમાનની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 15.1 ડિગ્રી, અમરેલીમાં 14.0 ડિગ્રી, ભુજમાં 12.4 ડિગ્રી, ડીસામાં 10.8 ડિગ્રી, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી, કંડલામાં 14.2 ડિગ્રી, નલીયામાં 8.6 ડિગ્રી, પોરબંદરમાં 12.6 ડિગ્રી, રાજકોટમાં 11.5 ડિગ્રી અને સુરતમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે

(3:56 PM IST)