News of Friday, 24th January 2025
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદા દ્રારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાનથી નર્મદા જિલ્લાના જિલ્લા કક્ષાના કર્તવ્ય બોધ કાર્યક્રમની ઉજવણી તિલકવાડા તાલુકાની વઘેલી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી.
કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના દ્રારા કરવામાં આવી. તિલકવાડા તાલુકા અઘ્યક્ષ વિજયસિંહ સોલંકી દ્રારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. મુખ્ય વકતા અને પ્રાંત ટીમ માંથી ઉપસ્થિત ભાઈલાલભાઈ પટેલ, કાર્યક્રમના મુખ્ય મહેમાન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રમેશભાઈ પરમાર દ્રારા સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવન દ્રષ્ટાંતો દ્રારા શિક્ષકો, બાળકો અને ગ્રામજનોને શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવવા માટે આહવાન કરવામાં આવ્યું.આ પ્રસંગે જિલ્લા શૈક્ષિક મહાસંઘ નર્મદાના અઘ્યક્ષ દેવેન્દ્રભાઈ જાદવ દ્રારા માત્ર હક નહિ પણ ફરજને પ્રાધાન્ય આપી રચનાત્મક કાર્યો કરતા શિક્ષક સંગઠનની માહિતી આપવામાં આવી.આ તબક્કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના જિલ્લા પ્રચારક અક્ષયભાઈ, જિલ્લા મહામંત્રી મહેન્દ્રભાઈ વસાવા, જિલ્લા સહમંત્રી જયપાલસિંહ ડાભી, તાલુકા અઘ્યક્ષ કુલદીપસિંહ રાઉલજી, તિલકવાડા મહામંત્રી મહેન્દ્રસિંહ , નાંદોદ તાલુકા સંગઠનમંત્રી દેવેન્દ્રભાઈ તડવી, ચેતનભાઈ રબારી, નિરાલીબેન, મનીષાબેન, આરતીબેન તમામ તાલુકા- જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તિલકવાડા તાલુકા સંગઠન મંત્રી વાલમજી બારીયા અને આભાર દર્શન તિલકવાડા તાલુકા મહામંત્રી મહેન્દ્રસિંહ દ્રારા કરવામાં આવ્યું.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
