તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
નર્મદા જિલ્લામા ઝડપાયેલા 30 લાખથી વધુના વિદેશી દારૂનો કરજણ નદી કિનારે નાશ કરાયો

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના અલગ અલગ પોલીસ મથક પૈકી રાજપીપળા ટાઉન, આમલેથા, તિલકવાડા, ગરુડેશ્વર એક્તાનગર તથા સલામતી સહિતના 6 જેટલા પોલસ સ્ટેશન દ્વારા ચેકીંગ દરમ્યાન મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે વિદેશી દારૂના નાશ કરવાની કામગીરી રાજપીપળા ના કરજણ નદીના કિનારે આવેલા એરોડ્રામ વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી. અંદાજિત 30,46,963 કિંમતના દારૂનો નાશ કરાયો હતો.
આ સમગ્ર પ્રક્રિયામાં રાજપીપળા પ્રાંત અધિકારી, મામલતદાર નાંદોદ તેમજ રાજપીપળા ડીવાયએસપી સહિત નર્મદા પોલીસની ટીમ હાજર રહી હતી. ત્યારે જિલ્લામાં અલગ અલગ ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 23, 206 બોટલ દારૂનો નાશ કરાયો હતો
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
