News of Friday, 24th January 2025
લૂંટના ગુનામાં ૩૫ વર્ષથી પોલીસને ચકમો આપી ભાગતા આરોપીને પકડી પાડતી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જીલ્લામાં દાખલ થયેલ ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીઓને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી કરવાની પોલીસ વડાની સુચના હેઠળ સી.ડી.પટેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાગબારા પો.સ્ટે તથા પોલીસ ટીમ સાગબારા પોલીસ સ્ટેશનના નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતી તે દરમ્યાન લુંટ કરવાના ઈરાદે પથ્થરો ફેંકી ફરીયાદી તથા સાહેદોને ઈજાઓ કરી દુકાનમાં પ્રવેશી તેમજ ઘરમાંથી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના રોકડા રકમ તથા દુકાનનો પરચુરણ સર સામાનની લુંટ કરી હોય જે ગુનામાં છેલ્લા-૩૫ વર્ષથી પોલીસને અનેકવાર ચકમો આપી. પોલીસ પકડથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા માટે હ્યુમન સોર્સથી બાતમી મેળવી છેલ્લા બે દિવસથી તેના આશ્રય સ્થાનો ઉપર વોચ રાખી, મહારાષ્ટ્ર રાજ્યના અક્કલકુવા તાલુકાના અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાં આશરે પાંચ કી.મી.રાત્રીના પગપાળા ચાલી કાલા દિત્યા વસાવે (રહે.અંબારીબાર, તા.અક્કલકુવા, જી.નંદુરબાર(મહારાષ્ટ્ર)ને અંબારીબાર ગામેથી પકડી લઈ સાગબારા પોલીસે સફળતા મેળવેલ છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
