તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
મનુષ્ય સોતા હુઆ દેવતા હૈ" : ડો ચિન્મય પંડ્યાજી.
રાજપીપળા ગાયત્રી મહાયજ્ઞ માં ડો ચિન્મય પંડ્યાજીએ પૃથ્વી પર સ્વર્ગ નિર્માણનો દિવ્ય સંદેશ આપ્યો

(ભરત શાહ દ્વારા )નર્મદા: જીન કમ્પાઉન્ડ હરસિદ્ધિ મંદિર પાસે, રાજપીપળા આજ રોજ 108 કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ હેઠળ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના યુવા પ્રતિનિધિ તથા યુવાઓના આદર્શ, પ્રેરક અને યુવાનમાં જોશ ઉત્સાહ ઉમંગ ભરનાર એક વૈશ્વિક પ્રતિભા ડો ચિન્મય પંડ્યાજી ની ઉપસ્થિતિ રહી હતી જેમનું સ્વાગત ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા અતિ હર્ષ ઉલ્લાસ દ્વારા કરવામાં આવ્યું. આ વિશેષ કાર્યક્ર્મ અંતર્ગત એમને પોતાની દિવ્ય, ઓજસ્વી, તેજસ્વી વાણી થી યજ્ઞનું વૈદિક મહિમા વિસ્તાર પૂર્વક અતિ સરળ રીતે સમજાવ્યું અને ગાયત્રી મહામંત્રનું સવિસ્તાર ભાવાર્થ સમજાવી મનુષ્ય સોતા હુઆ દેવતા હૈ એમને જગાડવાનો સંદેશ સમસ્ત શ્રોતાઓને આપી પૃથ્વી પર સ્વર્ગ નિર્માણનો દિવ્ય સંદેશ આપ્યો
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
