તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
ગરૂડેશ્વર પો.સ્ટે વિસ્તારમાં જુગાર પર છાપો મારી ૧૧ જુગારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરતી એલ.સી.બી, નર્મદા
નર્મદા એલસીબી ટીમે રેડ કરી કુલ રૂ ૯૨, ૫૨૫ના જુગારના મુદામાલ સાથે પાચને ઝડપી લીધા:અન્ય છ નાશી જતા વોન્ટેડ જાહેર કર્યા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ પો.સ્ટે. વિસ્તારમાં કડક પેટ્રોલીંગ રાખી વોચ તપાસમાં રહી બાતમીદારો રોકી પ્રોહી/જુગારની ગેરકાયદેસર થતી પ્રવૃતીઓ અટકાવવા અને પરીણામલક્ષી કામગીરી કરવા કડક સૂચના આપતા આર.જી ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી નર્મદા નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ચોક્કસ બાતમી મેળવી પ્રોહી. જુગારના ગણનાપાત્ર કેશો શોધી કાઢવા સુચના આપતા આજરોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીગ મા હતા. તે દરમ્યાન એલ.સી.બીના માણસોને બાતમી મળેલ કે, ગુરૂશ્વર ના ચિચડીયા ગામની પ્રાથમીક શાળા પાસે સ્ટ્રીટ લાઈટ નીચે આર.સી.સી રોડ પર જાહેરમાં કેટલાક ઇસમો ખુલ્લી જગ્યામાં હાર-જીતનો જુગાર રમી-રમાડે છે. આ બાતમીના આધારે ત્યાં પોલીસે કોર્ડન કરી ત્યાં રેઈડ કરી (૧) ગુલાબભાઇ ગોવિંદભાઈ ભીલ (૨) નિલેશભાઇ જયંતિભાઇ તડવી (૩) અશોકભાઇ અમરસિંગભાઈ ભીલ (૪) વિષ્ણુભાઈ જમનાદાસભાઇ ભીલ (૫) ગોવિંદભાઇ રેવાભાઈ ભીલ ( ઉ.વ.૫૯) (તમામ રહે. ચીચડીયા તા.ગરૂડેશ્વર જી.નર્મદા)ઓને પકડી તેમની અંગ ઝડતી માંથી મળી રોકડા રૂ.૧૦,૭૫૦ તેમજ દાવ ઉપરના રોકડ રૂ.૧૭૭૫ તથા સ્થળ પરથી મળી આવેલ કિ.રૂ ૧૨,૫૨૫ તથા મોબાઈલ ફોન નંગ-૦૩ કિ.રૂ ૧૫,૦૦૦ તથા મો.સા ૬૫,૦૦૦ મળી કુલ કિં.રૂ ૯૨, ૫૨૫ ના જુગારના મુદામાલ સાથે પકડી પાડયા હતા. તેમજ સ્થળ ઉપરથી નાશી ગયેલ જુગારીઓમાં(૬)વિપુલભાઇ શાંતિલાલ તડવી (૭) સંજયભાઇ રામુભાઇ ભીલ(૮) ધર્મેન્દ્રભાઇ ઓછવભાઇ ભીલ(૯) નિલેશભાઇ પ્રભુભાઇ ભીલ(૧૦) પરેશભાઇ સુખરામભાઇ તડવી(૧૧)સોમાભાઇ વેચાણ ભાઇ ભીલ (તમામ રહે. ચીચડીયા તા.ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓ વિરૂધ્ધમા ગુનો નોંધી આગળની વધુ તપાસ અર્થે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
