તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં વધુ ધંધો લાવવા કાર્તિક પટેલ દબાણ કરતો હતો :બીજી ચાર હોસ્પિટલ ખોલવાનો હતો પ્લાન
અમદાવાદમાં નરોડા, સાબરમતી, ગોતા અને પૂર્વ વિસ્તારમાં બીજી ચાર નવી હોસ્પિટલ ખોલવાનું પ્લાનિગ કર્યું હતું

અમદાવાદ : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનનો મામલે અનેક ખુલાસા થવા પામ્યા છે. આરોપી કાર્તિક પટેલને, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનની સાથે રાખી ક્રોસ પૂછપરછ કરતા અનેક ચોકાવનારા ખુલાસા થયા છે. જેમાં કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલમાં વધુ ધંધો લાવવા માટે ચિરાગ અને રાહુલને દબાણ કરતો હતો.
અમદાવાદમાં નરોડા, સાબરમતી, ગોતા અને પૂર્વ વિસ્તારમાં બીજી ચાર નવી હોસ્પિટલ ખોલવાનું પ્લાનિગ કર્યું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં પણ નવી હોસ્પિટલ માટે ખ્યાતિ મેડીકેર નામની કંપની ચાલુ કરી હતી. જેના ડાયરેકટર કાર્તિક પટેલ હતા.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
