<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

મહેસાણામાં પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારાઇ

સતલાસણા નજીકની સગીરા સાથે લગ્નની લાલચ આપી એસિડ ફેંકવાની ધમકી આપીને દુષ્કર્મ કર્યું હતું

મહેસાણાના પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સ્પેશિયલ પોક્સો કોર્ટે અલ્પેશ નામના આરોપીને સજા ફટકારી છે. વર્ષ 2023 માં સતલાસણા નજીકની સગીરા સાથે, લગ્નની લાલચ આપી એસિડ ફેંકવાની ધમકી આપીને દુષ્કર્મ કર્યું હતું. આરોપી 16 વર્ષની સગીરા પર ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો.આ મામલે 16 સાક્ષીઓ તપાસતા કેસ પુરવાર થયો હતો. 

 સ્પે પોક્સો કોર્ટના જજ એન એસ સિદ્દીકીએ આરોપી અલ્પેશને 20 વર્ષની સજા ફટકારી છે. સાથોસાથ આરોપીને રૂ. 29500 દંડ અને ભોગ બનનાર સગીરાને રૂપિયા 3 લાખ વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો હતો.


 

(9:13 PM IST)