તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
અમદાવાદમાં સોનાનો ભાવ નવી ઐતિહાસિક સપાટીએ :રૂ, 83,000ના નવા શિખરે પહોંચ્યું
વૈશ્વિક બજારમાં ટેરિફ વોરના એંધાણ વચ્ચે કિંમતી ધાતુમાં સતત વેલ્યુ બાઇંગ વધી રહ્યું છે

અમદાવાદ :વિશ્વભરમાં સોનામાં સતત આઠમાં દિવસે તેજીને પગલે અમદાવાદ ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ 83,000ની સપાટીને સ્પર્શી ગયું છે. અમદાવાદ શુદ્ધ સોનુ (99.9) 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 500 ઉછળી રૂપિયા 83,000ની ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયું ગતું.
જ્યારે અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 82,800 થયો છે.જ્યારે અમદાવાદ ચાંદી કિલોનો ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 91,000 થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે પણ સોનાના ભાવ મનોવૈજ્ઞાનિક રીતે અત્યંત મહત્વની 83,000ની સપાટી કુદાવી રૂપિયા 83,100 થયા છે.
જ્યારે ચાંદીનો ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 94,000 રહી છે. વૈશ્વિક બજારમાં ટેરિફ વોરના એંધાણ વચ્ચે કિંમતી ધાતુમાં સતત વેલ્યુ બાઇંગ વધી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસદીઠ ભાવ 15.50 ડોલર એટલે કે 0.56 ટકા વધી 2,780.50 રહ્યો છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 1.53 ટકા વધી 31.32 ડોલર થયો છે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
