તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
ગુજરાત શિક્ષણ અધિનિયમ સુધારાને પડકારતી અરજીઓ ગુજરાત હાઇકોર્ટે ફગાવી

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અધિનિયમમાં ૨૦૨૧માં સુધારાઓ સામે લઘુમતી સંસ્થાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી હતી. આ સુધારો સરકારને ખાનગી શાળાઓમાં શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂંક માટે નિયમો બનાવવાની સતા આપે છે.
અરજીઓમાં દાવો કરાયો હતો કે આ સુધારાએ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ તેમની પોતતાની શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરવાના બંધારણીય અધિકારનું ઉલ્લઘંન કર્યુ છે.
ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલની આગેવાની હેઠળની ડીવીઝન બેચે જણાવ્યું હતું કે આ બેચમાંથી તમામ રીટ અરજીઓ ફગાવી દેવામાં આવે છે. જોકે વિગતવાર ચુકાદો હજુ સુધી ઉપલબ્ધ જથી થયો.
સુધારેલા કાયદા હેઠળ રાજય શિક્ષણ બોર્ડને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મ્ચારીઓની ભરતી માટે લાયકાત અને પસંદગીની પધ્ધતિ નકકી કરવાની સતતા મળી છે.
લઘુમતિ સમુદાયોની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંચાલિત શાળાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓમાં દાવો કરાયો હતો કે તે અયોગ્ય અને ગેરકાયદેસર છે. સતાનું નિયમન કરવાની અઇમાં સરકારે લઘુમતિઓના અધિકારોનું ઉલ્લઘંન કર્યુ અને બંધારણની કલમ-૨૯ અને ૩૦નું ઉલ્લઘંન કર્યુ હોવાની તેમની દલીલ હતી.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
