તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
સાબરમતી જેલમાં અદભુત પ્રેરણાદાયક ચિત્રો રાજકોટના ૮૦ જેટલા કલાકારો કંડારશે
કાળમીંઢ પથ્થરો વચ્ચે રહી કેદીઓના હ્દય પથ્થર જેવા ન બને તે માટે અદભુત પ્રયોગ હાથ ધર્યો :ચિત્ર નગરી ટીમ મૌલિક ગોટેચાની રાહબરી હેઠળ અમદાવાદમાં. ડો.કે. એલ.એન.રાવ ટીમનું સરાહનીય કાર્ય... ડીન ડો.ઇન્દુ રાવ વિગેરેની ઉપસ્થિતિ. આઇપીએસ અશ્વિન ચૌહાણ, આઇપીએસ શ્વેતા શ્રીમાળી ટીમ દ્વારા આખરી ઓપ.સ્થાપક જીતુભાઈ ગોટેચા સહિતના સ્થાપકો ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કરશે

રાજકોટ તા. ર૪ :.. જેલની કાળમિઢ દીવાલો વચ્ચે રહી જેલ કેદીઓના હદય પત્થર જેવા ન બને, કેદીઓ આત્મ નિર્ભર બને તેવા ઉમદા હેતુથી પાંચ વર્ષથી વધુ સમયથી ઉત્સાહભેર જેમની ટીમ કાર્યરત છે તેવા રાજ્યના મુખ્ય જેલ વડા અને સિનિયર આઇપીએસ ડો કે. એલ.એન રાવ અને જેલના અન્ય સિનિયર અધિકારીઓ દ્વારા સાબરમતી જેલમાં ખૂબ કલરફૂલ અને પ્રેરક સંદેશ સાથે રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટની ગાથા વર્ણવતા ચિત્રો ત્યાર થનાર છે.
ગ્લોબલ કલર કેમિકલ લી.નાં સહયોગથી અદભુત અને આકર્ષક ચિત્રો માટે રાજકોટથી ચિત્રનગરીનાં અંદાજે ૮૦ નિષ્ણાત આર્ટીસ્ટોની ટીમ મૌલિક ગોટેચા ટીમ અમદાવાદ પોહચી છે.
અત્રે એ યાદ રહે કે આ પહેલા સાબરમતી જેલ બહાર, વડોદરા જેલ અને રાજકોટ જેલમાં પોતાની કાલના કામણ પાથરનાર કલાકારો દ્વારા ફરી એક વખત રાજકોટનું ગૌરવ વધારવા પોહચી છે, તેવા સમયે ચિત્ર નગરીનાં સ્થાપક અને અધ્યક્ષ જીતુભાઈ ગોટેચા પણ અન્ય સ્થાપક સભ્યો સાથે હાજર રહી આખી ટીમને પ્રોત્સાહિત કરશે. અત્રે એ યાદ રહે કે રાજ્યની વિવિધ જેલોમાં કોરોના કાળ દરમિયાન એક પણ મળત્યુ ન થાય તેવું અદભુત આયોજન બદલ કેન્દ્ર દ્વારા એવોર્ડ આપવામાં આવેલ છે.જેલમાં સફારી ટ્રાવેલ્સ બેગ, હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ સાથે વિવિધ ઉદ્યોગો મંદીના કાર્યકાળમાં પણ ખૂબ સારી કમાણી કરેલ છે.
જેલમાં ધોરણ ૧૦, ૧૨ નું ખૂબ સારું પરિણામ આવેલ છે.પત્રકારિત્વ સહિતના કોર્ષ ચાલે છે. જેલ કેદીઓ સારું શિક્ષણ મેળવે તે માટે જાણીતા શિક્ષણવિદ ડીન ડો ઇન્દુ રાવનું માર્ગદર્શન મળી રહેલ છે. આઇપીએસ અશ્વિન ચૌહાણ તથા આઇપીએસ શ્વેતા શ્રીમાળી ટીમ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. (પ-૧૭)
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
