તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
વડોદરાની નવરચના સ્કુલ-યુનિવર્સિટીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી
ધમકીભર્યો ઇ-મેઇલ મળતા ફફડાટ મચી ગયોઃ વિદ્યાર્થીઓને રજા આપી દેવાઇઃ તપાસનો ધમધમાટ

વડોદરા તા. ર૪ :.. આજે સવારે વડોદરાની નવરચના સ્કૂલ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઈલ મળતાં ફફડાટ મચી ગયો હતો. આ અંગે જાણ કરતાં બીડીએસ, ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. મહત્ત્વનું છે કે, આ ઘટનાને લીધે સ્કૂલ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રજા અપાઈ છે.
આ ઘટના અંગે મળતી વિગત મુજબ, વડોદરાની નવરચના સ્કૂલ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેઈલમાં આચાર્યને મળી હતી. ઈમેઈલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, પાઈપલાઈનમાં બોમ્બ રાખવામાં આવ્યા છે. જે બાદ આ ઘટનાની જાણ પોલીસને કરતાં બીડીએસની ટીમ, ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
આ પછી પોલીસે આ ધમકીભર્યો ઈમેઈલ કોણે કર્યો તેની તપાસ હાથ ધરી હતી. વધુ મળતી વિગત મુજબ, આ સ્કૂલમાં મોટા અધિકારીઓ અને રાજકારણીઓના દીકરીઓ પણ અભ્યાસ કરે છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
