તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
સુરતના ગોડાદરામાં ક્લિનિક ચલાવતા ડોક્ટર પર જ્વલનશીલ પદાર્થ ફેંકનાર આરોપી ઝડપાયો
ડોક્ટરએ તે આરોપીને ધક્કો મારીને ક્લિનિક માંથી બહાર કાઢ્યો : ઇજાગ્રસ્ત ડોક્ટરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

સુરતના ગોડાદરા વિસ્તારમાં ચોકાવનારી ઘટના બની છે. ગોડાદરા વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ડોક્ટર પર એક ઇસમે ક્લિનિકમાં આવીને જવલનશીલ પ્રવાહી ફેક્યું હતું. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ડોક્ટરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ સુરતના ગોડાદરા વિસ્તારમાં રાત્રી દરમ્યાન આ ઘટના બની હતી. ગોડાદરા વિસ્તારમાં દવાખાનું ચલાવતા ડોક્ટર ક્લિનિક પર હાજર હતા ત્યારે એક ઇસમ ક્લિનિકમાં આવ્યો હતો અને ડોક્ટર પર જવલનશીલ પ્રવાહી ફેક્યું હતું. આ ઘટનામાં ડોક્ટર ઇજાગ્રસ્ત થયા હતા. ડોક્ટરએ તે ઈસમને ધક્કો મારીને ક્લિનિક માંથી બહાર કાઢ્યો હતો જે બાદ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
ડોક્ટરની મદદની બુમોથી ત્યાં આસપાસ લોકો એકઠા થઇ ગયા હતા બીજી તરફ ઇજાગ્રસ્ત ડોક્ટરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા ગોડાદરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ ઘટનામાં આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
