<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

પ્રજાસતાક પર્વમાં જોડાઇને નવી પેઢીને આઝાદીનું મુલ્‍ય સમજાવીએઃ મેહુલ દવે

ગાંધીનગરમાં કલેકટરની અધ્‍યક્ષતામાં ઉજવણી પર્વ સંદર્ભે બેઠક

ગાંધીનગરમાં ૨૬ જાન્‍યુઆરીની ઉજવણી નિમિતે યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ માર્ગદર્શન આપેલ. બાજુમાં ડી.ડી.ઓ. બી.જે. પટેલ અને નિવાસ અધિક કલેકટર દિગંત બ્રહ્મભટ્ટ ઉપસ્‍થિત છે.

ગાંધીનગર તા.૨૪: જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ગણતરીના દિવસો રહ્યા છે. ત્‍યારે ૨૬મીએ યોજાનારા ભવ્‍ય ઉજવણી અંતર્ગત કલેકટર ગાંધીનગર મેહુલ કે. દવેની અધ્‍યક્ષતામાં પૂર્વ તૈયારીઓની જાણકારી મેળવવા માટે આયોજન બેઠક યોજવામાં આવી હતી.

કલેકટરશ્રી મેહુલ દવેએ જણાવ્‍યું હતું કે, પ્રભારી મંત્રીશ્રીની હાજરીમાં ગૌરવપૂર્ણ ઉજવણી થાય તે આપણા સૌની સહિયારી જવાબદારી છે, આ રાષ્‍ટ્રીય પર્વને પોતાના ઘરનો પ્રસંગ સમજી આ ભવ્‍ય ઉજવણીમાં સહપરિવાર ભાગીદાર થઇએ.

કલેક્‍ટરે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, કોઈ બોલાવે ને આવો એમ નહીં, રાષ્‍ટ્રપર્વમાં ઉમળકાભેર સામેલ થાવ અને ઘરમાં બેસી રાષ્‍ટ્ર પર્વ, બંધારણ અને મહામૂલી સ્‍વતંત્રતાના કિસ્‍સાઓથી નવી પેઢીને માહિતગાર કરો, જેથી નવી પેઢી આ પર્વમાં મનથી દેશ પ્રેમ થકી જોડાય. મજબુત લોકશાહી અને સક્ષમ સમાજના નિર્માણ માટે નવી પેઢીના હૃદયમાં દેશભક્‍તિની જ્‍યોત જગાવવી જ પડશે, અને સ્‍વાતંત્ર્યતામાં આજે આપણે જે શ્વાસ લઈ રહ્યા છે, તેનું મૂલ્‍ય નવી પેઢીને સમજાવું પડશે. એટલે જ સ્‍વાતંત્રતા તથા બંધારણના મૂલ્‍યને સમજવા પ્રજાસત્તાક પર્વમાં સહભાગી થઈ શકીએ છીએ.

૨૬ જાન્‍યુઆરીના પર્વની પૂર્વ તૈયારી અંગેની આયોજન બેઠકમાં ગાંધીનગર કલેકટર સાથે જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ, નિવાસી અધિક કલેકટર દિગંત બ્રહ્મભટ્ટ સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ ખાતાના અધિકારીઓ, પદાધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા.

(11:38 AM IST)