<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

શ્રી સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન દ્વારા ગાંધીનગરમાં અદ્યતન રીડિંગ લાયબ્રેરીનો પ્રારંભ

શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ સંચાલિત : કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્‍તે રીડિંગ લાયબ્રેરીનું ઓપનિંગ કરાયું

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ સંચાલિત શ્રી સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન દ્વારા ગાંધીનગર ખાતે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો માટે અદ્યતન સુવિધાસભર રીડિંગ લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. જેનું  રાજ્‍યના કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના હસ્‍તે રીડિંગ લાયબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવેલ. શ્રી સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન દ્વારા ગાંધીનગર શહેરના હાર્દ સમા વિસ્‍તાર એવા સરગાસણ ચોકડી ખાતે આવેલા નક્ષત્ર બિલ્‍ડિંગમાં ત્રીજા માળે અદ્યતન સુવિધાસભર રીડિંગ લાયબ્રેરી બનાવવામાં આવી છે.

જેમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં બેસીને વાંચન કરી શકશે. આ રીડિંગ લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે પર્સનલ ડેસ્‍કની સાથે રોલિંગ ચેર અને બોસ ચેરની સુવિધા, લોકરની સુવિધા, વાઈ-ફાઈની સુવિધા, એસીની સુવિધા અને ડાયનિંગની સુવિધા આપવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે. શ્રી સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન- રાજકોટના પ્રમુખ  હરેશભાઈ પરસાણાએ સ્‍વાગત પ્રવચન કરી કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાનું ખોડલધામનો ખેસ પહેરાવી મા ખોડલની પ્રતિમા આપીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્‍યું હતું કે, શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ અને શ્રી સરદાર પટલે કલ્‍ચરલ ફાઉન્‍ડેશન દ્વારા શિક્ષણ દ્વારા સમાજની પ્રગતિ અને ઉન્નત રાષ્‍ટ્ર નિર્માણ તરફ વધુ એક મક્કમ પગથિયું છે. આ અનોખી પહેલથી યુવાનોને શૈક્ષણિક પ્રવળત્તિઓ અને ઉજ્જવળ કારકિર્દીના નિર્માણમાં ઉત્તમ માહોલ મળશે. કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, ખોડલધામ અને સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન દ્વારા શિક્ષણને પ્રાધાન્‍ય આપી સામાજિક વિકાસની પહેલ કરવામાં આવી છે. અદ્યતન રીડિંગ લાયબ્રેરીનું ઉદ્ધાટન કરી વાંચન પ્રેમીઓ માટે શબ્‍દો સાહિત્‍યના કપાટ ખોલ્‍યા છે. ચેરમેન નરેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, શ્રી સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન દ્વારા ગાંધીનગર ખાતે રીડિંગ લાયબ્રેરી શરૂ કરવાથી ગાંધીનગર સ્‍થિત સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનોને એક સારો માહોલ મળી રહેશે.

  કાર્યક્રમની આભાર વિધિ કુંદનભાઈ પટેલ દ્વારા કાર્યક્રમનું સંચાલન શ્રી સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન- રાજકોટના મંત્રી જી.એલ રામાણી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ટ્રસ્‍ટી યોગેશભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. ગાંધીનગર ખાતે નિર્માણ પામેલી આ રીડિંગ લાયબ્રેરીનો લાભ સર્વ સમાજના યુવાનો લઈ શકશે. વધુ માહિતી માટે મો.નં. ૭૪૮૬૦ ૩૯૩૪૪ પર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:34 AM IST)