<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

વડોદરાના ફતેગંજ ગેંગવૉર કેસઃ પોલીસે આરોપીઓને વરઘોડો કાઢ્યો: જાહેરમાં ઉઠક-બેઠક કરાવી માફી મંગાવી

પોલીસે કુલ 12 આરોપીઓ સામે FIR નોંધી 6ની ધરપકડ કરી જે પૈકીના ત્રણ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેમની ફરતે પોલીસ ગાર્ડનો બંદોબસ્ત

વડોદરા : શહેરના ફતેગંજ વિસ્તારમાં થયેલી ગેંગવોર મામલે પોલીસે કુલ 12 આરોપીઓ સામે FIR નોંધી 6ની ધરપકડ કરી છે. જે પૈકીના ત્રણ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેમની ફરતે પોલીસ ગાર્ડનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હોવાનું એસીપી ડી.જે.ચાવડાએ જણાવ્યું હતું. જ્યારે ધરપકડ કરાયેલા આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું તેમજ જાહેરમાં ઉઠક બેઠક કરાવી માફી મંગાવી હતી.

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં મોડી રાત્રે થયેલી જૂથ અથડામણમાં ફતેગંજ પોલીસ એક્શન મોડમાં આવી હતી. આ અથડામણમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. કુલ 12 આરોપીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. જેમાંથી છ આરોપી ઝડપાયા છે. આ તમામ આરોપીઓને સાથે રાખીને પોલીસે આજે ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું તેમજ જાહેરમાં ઉઠક બેઠક કરાવી માફી મંગાવી હતી ત્યારે આરોપીઓએ પણ પોલીસ સમક્ષ હાથ જોડી કાન પકડીને માફી માંગી હતી.

 

એસીપીએ ડિવિઝનના ડીજે ચાવડાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિના 20 જાન્યુઆરીના રાત્રિના દસ વાગ્યાના અરસામાં એક જ કોમના બે નાના જુથ એક જૂથમાં નવ જણા હતા અને બીજા જૂથમાં ત્રણ જણા હતા એમણે આંતરિક ઝઘડો કર્યો અને એ ઝઘડાના પરિણામ સ્વરૂપ ત્યાંના લોકો પણ હેરાન પરેશાન થયા હતા. બંને ઝઘડવાના કારણે સામાન્ય ઇજા થતા બંને પક્ષ એસએસજી હોસ્પિટલમાં દાખલ થયા હતા. પોલીસ તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચી ગઈ હતી આ લોકોને શું ઘટના હતી અને કેમ ઝઘડિયા તેનું કારણ પોલીસ એ જાણવાના પ્રયત્નો કર્યા હતા.

જેમાં હકીકત એવી છે કે, ત્રણ ચાર દિવસ અગાઉ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદની અંદર એક ફરિયાદ રજીસ્ટર થઈ હતી. જેમાં નવાયાર્ડ વિસ્તારના અજહર ખાન પઠાણ એમનો પોતાનો ભાણિયો ગોરવા વિસ્તારના સમીરખાન પઠાણ સાથે અવારનવાર ફરતો હોય, જેથી આ અઝહરખાને સમીરને ઠપકો આપ્યો હતો તે મતલબએ ત્રણ દિવસ અગાઉ પોલીસ સ્ટેશનની અંદર એક સામાન્ય મારામારીની ઘટના ઘટી હતી. જેના કામે પોલીસે જે તે વખતે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ ધરપકડ કર્યા બાદ આ આરોપીઓ ફરી પાછા ગઈકાલે રાત્રિના આજ ફરિયાદ પક્ષ સાથે તે મારા વિરુદ્ધમાં ફરિયાદ કેમ કરી એના અનુસંધાને જુના વુડા સર્કલ રોડ ઉપર રાત્રિના 10:00 વાગ્યાના અરસામાં ઝઘડો કર્યો હતો. બંને પક્ષોએ ફતેગંજ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે. એમાં એમની ફરિયાદ મુજબ એક ફરિયાદની અંદર નવ આરોપીઓએ એમણે દર્શાવેલા છે અને બીજી ફરિયાદમાં છે. એમાં ત્રણ આરોપી દર્શાવેલા છે. કુલ 12 આરોપીઓ છે. એમાં કુલ છ આરોપીઓની પોલીસે ધરપકડ કરેલી છે.

આ ધરપકડ કરેલા આરોપીઓમાં નદીમ સલીમ ખાન પઠાણ ઓવેશ અબ્દુલ પઠાણ અનુરાગ મિશ્રા સમીર પઠાણ સાજીદ પઠાણ એઝાદ શેખ આ તમામ આરોપીઓ ગોરવા વિસ્તારના છે. બાકીના જે ત્રણ આરોપીઓ જે છે, તેમાં શાંત પઠાણ મોહમ્મદ પઠાણ અને અજહર પઠાણ એ ત્રણે નવા યાર્ડ વિસ્તારના છે. જે હાલ હોસ્પિટલમાં દાખલ છે. એમની સારવાર ચાલુ છે. એકંદરે તમામ આરોપીઓ જેમાં જે હોસ્પિટલમાં છે એ પોલીસ ગાર્ડ હેઠળ છે. બાકીના છ આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ ગુના પાછળ એમણે જે પણ ગાડી વાપરી છે. એ કાર એક ટુ-વ્હીલર કબજે કરવાની કાર્યવાહી ચાલુ છે જે લાકડી ચપ્પુ પાઇપનો ઉપયોગ કર્યો છે બેઝનો ઉપયોગ કર્યો છે. એ પણ પોલીસે કબજે કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કોઈપણ આરોપીને કોઈપણ પરિસ્થિતિમાં છોડવામાં નહીં આવે સખતમાં સખત કાર્યવાહી કરીશું. એમનો ભૂતકાળ અમે તપાસી રહ્યા છે એમાં માત્ર એક જ આરોપી એવો છે. કે જેના વિરુદ્ધમાં અગાઉ ગુનાર રજીસ્ટર થયેલા છે. બાકીના આરોપીઓના વિરુદ્ધમાં ગુન્હાહિત ઈતિહાસ દેખાતો નથી અને ઇવન એમની પૂછપરછમાં પણ ગુનો નહીં કરેલાનું જણાઈ આવે છે અને એ ભણેલા પણ હોવાનું જણાય આવ્યું છે. આમ આ આરોપીઓ ગોરવા પોલીસ મથક હદ વિસ્તારના મધુનગર અને બાકીના આપણા નવા યાર્ડ ફતેગંજ વિસ્તારના છે. મોટાભાગના આરોપી પકડાઈ ગયા છે. ત્રણ આરોપી પોલીસ પકડતી દૂર છે એના માટે જુદી જુદી ટીમો બનાવી પ્રયત્નો ચાલુ છે અને બાકીના જે ત્રણ હોસ્પિટલમાં છે એમની પર પોલીસે ગાર્ડ મુકેલા છે. સખતમાં સખત કાર્યવાહી પોલીસ કરશે એમાં કોઈ પણ સૂક્ષ્મ રૂપ પણ ન રહે અને સારામાં સારી પોલીસ કાર્યવાહી કરે અને આરોપી યાદ રાખે એવી અમે કાર્યવાહી કરીશું.

(11:53 PM IST)