<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

ગોદાવરી ઈલેક્ટ્રિક મોટર્સે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025 ખાતે બે નવાં ઈ-સ્કૂટર્સ રજૂ કર્યા.

ઈ-ઓટો લોન્ચ કરીને સેગમેન્ટ વિશિષ્ટ સમાધાનનું વચન આપ્યું

( ભરત શાહ દ્વારા)( નર્મદા : અગ્રણી ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદક ગોદાવરી ઈલેક્ટ્રિક મોટર્સ પ્રા. લિ.એ આજે ભારત મોબિલિટી ગ્લોબલ શો 2025 ખાતે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં નવો ઉમેરો રજૂ કર્યો. કંપનીએ ઈબ્લુ ફિયો Z, ઈબ્લુ ફિયો DX રજૂ કરી અને ઈબ્લુ રોઝી ઈકો લોન્ચ કરી, જે બજારનાં અલગ અલગ સેગમેન્ટમાં સક્ષમ મોબિલિટી સમાધાન પ્રત્યે કંપનીની એકધારી કટિબદ્ધતાની રેખામાં છે. ઈબ્લુ રોઝી ઈકોની કિંમત INR 2,95,999/- (એક્સ- શોરૂમ) છે.


નવી લાઈન-અપમાં બે ઈલેક્ટ્રિક સ્કૂટર્સ અને એક પ્રવાસી ઓટોનો સમાવેશ થાય છે, જે દરેક ચોક્કસ બજારની જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે. ઈબ્લુ ફિયો Z ટૂંકા શહેરી પ્રવાસ માટે આદર્શ લો-સ્પીડ સ્કૂટર તરીકે ઘડવામાં આવી છે, જ્યારે ઈબ્લુ ફિયો DX તેની ઉત્કૃષ્ટ કામગીરીની ક્ષમતાઓ અને ચાર્જ દીઠ 150 કિમી સુધી તેની વિસ્તારિત શ્રેણી સાથે અનોખી તરી આવે છે. ઈબ્લુ રોઝી ઈકો થ્રી- વ્હીલર (LSM શ્રેણી) લાસ્ટ- માઈલ કનેક્ટિવિટી અને કમર્શિયલ એપ્લિકેશન્સ પર તેની એકાગ્રતા સાથે રેન્જની પૂરક છે.

આ પ્રગતિ પર બોલતાં ગોદાવરી ઈલેક્ટ્રિક મોટર્સના ડાયરેક્ટર અને સીઈઓ શ્રી હૈદર ખાને જણાવ્યું હતું કે, "આ ત્રણ નવી પ્રોડક્ટોની રજૂઆત ભારતની ઈલેક્ટ્રિક મોબિલિટી ક્ષિતિજમાં ક્રાંતિ લાવવાની દિશામાં અમારા પ્રવાસમાં નોંધપાત્ર માઈલસ્ટોન છે. અમારી આરએન્ડડી ટીમે ભારતીય ગ્રાહકોની વધતી જરૂરતોને પહોંચી વળવા સાથે આપણા રાષ્ટ્રના સક્ષમતાના લક્ષ્યો સાથે પણ સુમેળ સાધે તેવાં વાહનો વિકસાવવા માટે અથાક કામ કર્યું છે રિજનરેટિવ બ્રેકિંગ, આધુનિક બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ્સ અને ઉત્કૃષ્ટ બિલ્ડ ગુણવત્તા જેવા ફીચર્સ સાથે આ 1 વાહનો ભારતમાં ઈલેક્ટ્રિક મોબિલિટીનું ભવિષ્ય આલેખિત કરે છે.

ઈબ્લુ ડિયો DX: ભાવિ પેઢીની રાઈડ

ઈબ્લુ ફિયો DX પ્રીમિયમ ઈલેક્ટ્રિક સ્કૂટર છે, જેમાં શક્તિશાળી 5.0 KW પીક પાવર મોટર છે, જે 140 Nmનું પીક ટોર્ક પ્રદાન કરે છે. 80 kmphની ટોપ સ્પીડ અને 150 kmની રેન્જ સાથે સ્કુટર 11- ડિગ્રી ગ્રેડિયન્ટને ટેકો આપે છે. તે ત્રણ ડ્રાઈવિંગ મોડ્સ (ઈકોનોમી/ નોર્મલ/ પાવર) સાથે આવે છે, જે બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે સંપૂર્ણ લોડેડ 7-ઈંચ TFT સ્ક્રીન ધરાવે છે. સ્કૂટરમાં 28 લિટર બૂટ સ્પેસ છે અને તેની 4.2 kW બેટરી તેના 60V 20 Amp હોમ ચાર્જરનો ઉપયોગ કરીને ફક્ત 3.5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ કરી શકે છે.

ઈબ્લુ ફિયો Z: કક્ષામાં અવ્વલ વિશ્વસનીયતા સાથે પારિવારિક વાહન

ઈબ્લુ ફ્રિયો z વિશ્વસનીય ઈલેક્ટ્રિક સ્કૂટર ભારતીય પરિવારો માટે છે, જેમાં 25 લિટરની મોકળાશભરી બૂટ સ્પેસ છે. વાહનમાં ડિટેચેબલ LMFP સિલિડ્રિકલ બેટરી સિસ્ટમ (48V/30Ah) સાથે યુઅલ LED લાઈટિંગ છે, જે ચાર્જ દીઠ 80 કિમીની રેન્જ પ્રદાન કરે છે. તે વાહન પર 3 વર્ષ/ 30,000 કિમીન અને બેટરી પર આકર્ષક 5 વર્ષ/ 50,000 કિમીના વ્યાપક વોરન્ટી પેકેજ સાથે આવે છે.

ઈબ્લુ રોઝી ઈકોઃ હાઈ- પરફોર્મન્સ ભાગીદાર

મજબૂત અને પૈસા વસૂલ 150 Ah Li-ion બેટરી સાથે સુસજ્જ શ્રી- વ્હીલર ઈબ્લુ રોઝી ઈકો એક ચાર્જ પર 120 કિમીની રેન્જ પ્રદાન કરે છે. તેમાં મજબૂત સ્ટીલ સ્કેલીટલ ફ્રેમ, સર્વ પૈડાં પર હાઈડ્રોલિક બ્રેક્સ અને ડ્રાઈવર પ્લા ત્રણ પ્રવાસી માટે આરામદાયક બેઠકનો સમાવેશ થાય છે. વાહનની 7.8 kWhની પાવર પેક્ટ બેટરી 58.4V40 Amp ચાર્જર સાથે ફક્ત 3.5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે, જેથી વિવિધ સ્થિતિઓમાં વિશ્વસનીય કામગીરીની ખાતરી રાખે છે.

કંપની હાલમાં ભારતમાં 83 ડીલરશિપના નેટવર્ક થકી સંચાલન કરે છે. તે 2025ના આગામી ત્રિમાસિકમાં ઈ-સ્કૂટર્સ રજૂ કરવાની યોજના ધરાવે છે. વ્યાપક ડીલરશિપ નેટવર્ક દેશભરમાં ગ્રાહકો માટે મજબૂત આફ્ટર- સેલ્સ સપોર્ટ અને સેવા પહોંચક્ષમતાની ખાતરી રાખે છે.

સર્વ ત્રણ પ્રોડક્ટો મોકળાશભર્યા સ્ટોરંજ વિકલ્પો, એર્ગોનોમિક ડિઝાઈન તત્ત્વો, સુરક્ષા અને પૈસા વસૂલ જેવા વ્યવહારુ ફીચર્સ પર કંપનીની એકાગ્રતા દર્શાવે છે.

ગોદાવરી ઈલેક્ટિક મોટર્સ વિશેઃ

ઈલેક્ટ્રિક વાહનોની ઈબ્લુ લાઈનની ઉત્પાદક ગોદાવરી ઈલેક્ટ્રિક મોટર્સ સ્વરોજગાર પૂરા પાડવા અને તેની અત્યાધુનિક ઈ-ન્મોબિલિટી ટેકનોલોજી સાથે દેશમાં કાર્બન ફૂટપ્રિંટ ઓછી કરવા લાખ્ખો લોકોને સશક્ત બનાવવા માટે સમર્પિત છે. 2022માં સ્થાપિત અને રાયપુરમાં વડામથક સાથે કંપની ઈલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હીલર્સની વિવિધ શ્રેણી પૂડી પાડીને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત ભવિષ્યનું વચન આપે છે. વધારાની માહિતી માટે કૃપા કરી વિઝિટ કરો: https://www.teml.in.

 

(10:23 PM IST)