તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
હવે અમદાવાદ-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ શરૂ થશે:એકમાત્ર હિંમતનગરને સ્ટોપેજ મળશે
ટ્રેનની શરૂઆત જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીના મહિનામાં શક્ય છે. અમદાવાદ-હિંમતનગર-ઉદયપુર રૂટ પર વીજળીકરણનું કામ પૂર્ણ

અમદાવાદ :પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને ઉદયપુરને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની યોજના હાથ ધરવામાં આવી રહી છે. આ ટ્રેનની શરૂઆત જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીના મહિનામાં શક્ય છે. અમદાવાદ-હિંમતનગર-ઉદયપુર રૂટ પર વીજળીકરણનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેના આધારે આ ટ્રેન શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ થયો છે.
ટ્રેન ટાઈમટેબલ:આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે.આ ટ્રેન ઉદયપુરથી સવારે 6.10 વાગ્યે ઉપડશે અને સવારે 10.25 વાગ્યે અમદાવાદ પહોંચશે. સ્ટોપ: હિંમતનગર (9:10 થી 9:12) આ ટ્રેન વાપસીમાં અમદાવાદથી 17.45 વાગ્યે ઉપડશે અને 22.00 વાગ્યે ઉદયપુર પહોંચશે. સ્ટોપ: હિંમતનગર (18:58 થી 19:00) અમદાવાદમાં ટ્રેન અસારવા રેલ્વે સ્ટેશન પર ઉપડશે અને પહોંચશે.
આ ટ્રેનમાં 8 એસી ચેરકાર કોચ હશે. પ્રસ્તાવિત અમદાવાદ-ઉદયપુર ટ્રેનને બે શહેરો વચ્ચે મુસાફરી કરવામાં ચાર કલાક લાગશે. રોડ મુસાફરીમાં ઉદેપુર પહોંચવામાં લગભગ પાંચ કલાકનો સમય લાગે છે. ઉદયપુરના લોકસભા સભ્ય મન્નાલાલ રાવતે આ ટ્રેન શરૂ થવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને ઉદયપુરથી ઇન્દોર અને સુરત માટે પણ વંદે ભારત ટ્રેનો દોડાવવાની માંગ કરી છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
