<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 4840 રૂપિયા બોલાયો: જાણો અન્ય 22 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 22 માર્કેટિંગ યાર્ડમાં કુલ 854.16 ટન જીરાની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 22 માર્કેટિંગ યાર્ડમાં કુલ 854.16 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4840 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3800 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4501 રૂ., સાવરકુંડલામાં 4435 રૂ., હળવદમાં 4351 રૂ., જસદણમાં 4350 રૂ., જામનગરમાં 4335 રૂ., અમરેલીમાં 4305 રૂ., રાજકોટમાં 4286 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 854.16 ટન આવક થઇ છે.

(8:12 PM IST)