News of Tuesday, 21st January 2025
સુરતમાં વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો : શાળામાં ફી નહી ભરતા તેને ટોયલેટ પાસે ઉભી હતી
શાળામાં ફી ભરવાની બાકી હોવાથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દીધી નહોતી વિદ્યાર્થીનીને ટોયલેટ બહાર 2 દિવસ ઉભી રહેવાની સજા આપી હોવાનો આક્ષેપ

સુરતમાં આજે 8 મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. શાળામાં ફી ભરવાની બાકી હોવાને કારણે વિદ્યાર્થીનીને પરીક્ષા આપવા દેવામાં આવી નહોતી. આટલું જ નહીં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીને ટોયલેટ બહાર 2 દિવસ ઉભી રહેવાની સજા પણ આપવામાં આવી હતી. જેના કારણે લાગી આવતા વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું માનવામાં આવે છે.
પ્રાપ્ત વિગત અનુસાર સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પરિવાર દ્વારા શાળાના શિક્ષકોના ટોર્ચરને કારણે વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો આક્ષેપ કરવામાં આવ્યો છે. શાળામાં ફી ભરવાની બાકી હોવાથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દીધી નહોતી અને આખો દિવસ કલાસ બહાર ઉભી રાખીને સજા કરવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીનીને મનમાં લાગી આવતાં આ પગલું ભર્યું હોવાનું પરિવારનું માનવું છે. બનાવની જાણ થતાં ગોડાદરા પોલીસ પહોંચી હતી. વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. વધુ તપાસ હાથ ધરાઈ છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
