<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

રાજ્યના 11 મંદિરના દર્શન એકસાથે થશે: GMDC મેદાનમાં ચાર દિવસીય હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન

23 જાન્યુઆરીથી અયોધ્યાપુરમ્ નામથી ચાર દિવસીય મેળામાં રાજ્ય સહિતની 250થી વધુ સેવાભાવી સંસ્થાઓ ભાગ લેશે

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે 23 જાન્યુઆરીથી અયોધ્યાપુરમ્ નામથી ચાર દિવસીય હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સહિતની 250થી વધુ સેવાભાવી સંસ્થાઓ મેળામાં ભાગ લેશે.

આયોજકના જણાવ્યા અનુસાર આ મેળામાં હિન્દુત્વ જણાવાઈ રહે તે માટે પ્રયાગરાજના મહાકુંભથી ગંગાજળ લાવવામાં આવશે, જેમાં આશરે 50 લિટરથી વધુ ગંગાજળથી આ મેળામાં આવતા લોકો અમીછાંટણા પણ કરવામાં આવશે. મેળામાં સ્થિત ડોમમાં લોકો પ્રદર્શન જોઈ બહાર આવશે ત્યારે તેમના પર પણ છંટકાવ કરવામાં આવશે.

આ મેળામાં 2 હજાર દીકરીઓનું પૂજન પણ કરવામાં આવશે, જેમાં કેટલીક દિવ્યાંગ દીકરીઓનું પણ પૂજન કરવામાં આવશે. આ મેળા અંતર્ગત 11થી વધુ મુખ્ય મંદિરોના જીવંત દર્શનની સાથે 15થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યા રામ મંદિર, સાળંગપુર હનુમાનની પ્રતિકૃતિ પણ રાખવામાં આવશે.

(1:24 PM IST)