તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
રાજ્યમાં આગામી ત્રણ દિવસ પછી ઠંડી વધશે: કેટલાક વિસ્તારમાં માવઠાં થશે:અંબાલાલ પટેલની આગાહી
ઉત્તર ગુજરાતમાં લધુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયલ, કચ્છમાં 10 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં પણ ઠંડી આવી શકે

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી ઓછી પડી રહી છે. લોકો ઉનાળા જેવો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ પછી ઠંડી વધશે. આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં માવઠાં પણ થશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હમણાં ઠંડીમાં ધટાડો થયો છે ત્યારે આગામી તારીખ 22મીની સાંજથી એક વેસ્ટર્ન ડિસ્ટબ્રન્સ આવતાં અને જતાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્યમ કક્ષાનો હોવાથી તારીખ 23, 24 અને 25 બાદ ઠંડી આવશે. જેમાં ઉત્તર ગુજરાતમાં લધુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયલ, કચ્છમાં 10 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં પણ ઠંડી આવી શકે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, આ ઠંડી આવ્યા પછી તારીખ 30મીથી ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં માવઠું થવાની શક્યતા ગુજરાતના ભાગોમાં છે. આગામી 27 જાન્યુઆરીથી ઠંડીનું જોર પાછું ઘટવાની શક્યતા છે અને દિવસે ગરમી વધશે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
