તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
અમદાવાદ એડવરટાઇઝીંગ સર્કલ એસો. દ્વારા રકતદાન કેમ્પ

અમદાવાદ એડ્વરટાઈઝિંગ સર્કલ એસોસિએશન (એએસીએ) અને સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા ખાતે ૮મું રક્તદાન શિબિર સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યું હતું. આ શિબિર દરમ્યાન ૬૧ યુનિટ બ્લડ એકત્રિત થયું, જે કેન્સર પીડિત બાળકોની સારવાર માટે ગુજરાત કેન્સર સોસાયટી (જીસીએસ) મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ખાતે દાન આપવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
આ શિબિરમાં મીડિયા ફ્રેટરનિટી, એડવર્ટાઈઝિંગ એજન્સીના સભ્યો, સ્પોર્ટ્સ ક્લબના સભ્યો અને અમદાવાદના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. (કેતન ખત્રી, અમદાવાદ)
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
