તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
રૂપિયાનું અવમૂલ્યન : ઇનપુટ કોસ્ટ વધતાં ફાર્મા સેકટરને અસર પડશે
કાચા માલના ભાવમાં ૫ ટકા જેટલો વધારો આવી શકશે

વડોદરા, તા.૨૧: રૂપિયાનું અવમૂલ્યન છેલ્લા કેટલાક દિવસથી થઈ રહયું છે. જેના પગલે રાજ્યમાં મહત્વના ગણાતા કામાં સેક્ટરને આગામી મહિનાઓમાં આર્થિક અસર પડશે તેમ નિષ્ણાતો જણાવે છે. ૧૮મી જાન્યુઆરીએ એક ડોલરની કિંમત રૂા.૮૯.૫૮ થઈ છે ત્યારે આગામી સમયમાં જેમ જેમ રૂપિયાનું અવમૂલ્યન થતું જશે તેમ તેમ ફામાં સેકટર ઉપર તેની અસરો જોવા મળશે. આયાતી માલની કિંમતો રૂપિયાના અવમૂલ્યનથી વધી રહી છે. જોકે હેજિંગની સુવિધાનો લાભ મેળવીને કામાં સેકટર આગામી કેટલાક મહિના સુધી તીવ્ર અસરને ખાળી શકરો. એક અભ્યાસ મુજબ માર્ચ માસ સુધી ફામાં કંપનીઓએ કોન્ટ્રાકટ કર્યા છે. આ સમય સુધી જે કંપનીઓએ હેજિંગ કર્યું છે તેને રૂપિયાના અવમૂલ્યનની અસર સામે રક્ષણ મળશે.
દેશમાં ગત વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ફામાં સેક્ટર દ્વારા ૪.૩ બિલિયન ડોલરની મેડિકલ અને ફાર્મા ઉત્પાદનો આયાત કરાયા હતા. જે ૨૦૨૩ના એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન આ આવાતનું મૂલ્ય ૪.૦૮ બિલિયન ડોલર રહયું હતું. જોકે ફાર્મા સેકટરના ઉત્પાદનોની નિકાસ દેશમાં થયેલી આપાત કરતાં વધુ હતું. ૨૦૨૪ના એપિલ સપ્ટેમ્બરે દરમિયાન નિકાસો રૂા.૧૪.૪૩ બિલિયન ડોલર રહી હતી.
બીજી તરફ ફામાં સેક્ટરના નિકાસકારો કે જેમાં નાના- મધ્યમ સ્તરના એકમો છે તેનો હાલમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને આ એકમો હાલમાં શ્રીલંકા, બંગ્લાદેશ, દુબઈ અને ઝુકીના નિકાસકારોની તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે. અન્ય દેશોના નિકાસકારો દ્વારા ઘણી વખત દેશના ફાર્મા નિકાસકારોને ભાવ મુદ્દે વાટાઘાટો કરવાની ફરજ પડે છે. બીજી તરફ લાંબા સમય સુધી જે કંપનીઓએ વિદેશની કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કર્યા છે તેમને ભાવ વધારતા પહેલાં રોકાવવું પડશે.
એક નિષ્ણાતના જણાવ્યા મુજબ ડોલરના મૂલ્યમાં વધારો ભારતના કોર્પોરેટ સેક્ટર માટે ચિંતાજનક છે. ખાસ કરીને એકટીવ ફાર્માસ્યુટિકલ્સ ઈન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ) ઉપર આધાર રાખનારા ફાર્મા એકમો માટે ચિંતાજનક છે.એક તરફ ક્વોલિટી કંટ્રોલ માટેના સાધનો, સંશોધન માટેના સાધનો, પોસેસ માટેની યંત્ર સામગ્રીની વધેલી કિંમત તથા ડોલરના વધતાં જતા મૂલ્યની અસર દવાઓની કિંમતોને વધારશે.
ભારત બલ્ક ડ્રગ માટે ચીન ઉપર જ આધાર રાખે છે. જ્૪૨૪માં ભારતની બલ્ક ડ્રગ આપાતમાં ચીનનો હિસ્સો ૭૨ ટકા હતો. જ્૪૨૪માં ભારતનું ફાર્મા માર્કેટ ૫૦ બિલિયન ડોલર હતું. જેમાં વિદેશ નિકાસ થયેલી દવાઓનો હિસ્સો ૨૬.૫ બિલિયન ડોલર અને દેશમાં ફાર્મા માર્કેટ ૨૩.૫ બિલિયન ડોલર હતું. દેશમાં ફામાં સેક્ટરમાં ગુજરાતનો હિસ્સો ૨૮ ટકા છે. જયારે ફાર્મા નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૩૧ ટકા છે. ગુજરાતમાં વડોદરા. અંકલેશ્વર,વાપી, હાલોલ અને અમદાવાદમાં મુખ્યત્વે ફાર્મા કંપનીઓ આવી છે. જેમાં એમએસએમઈની સંખ્યા ગણનાપાત્ર છે.ફાર્મા કંપનીઓને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટના સુધારેલા શિડયુલ્ડ પ્ મુજબ સુવિધાઓ ઊભી કરવાની છે. જેમાં એમએસએમઇ એકમોને તો શિડયુલ્ડ એમ મુજબની ફાર્મા એકમોમાં ક્વોલિટી કંટ્રોલ સહિત. મેન્યુફેકચરિંગ સહિતની સુવિધાઓ વિકસાવવા માટે રૂા.૪ થી રૂા.૫ કરોડનો ખર્ચ કરવાનો છે
રાજ્યમાં ૧૪૦ ફાર્મા કંપનીઓ પાસે USFDAની માન્યતા
રાજ્યમાં ૧૪૦ જેટલી ફાર્મા કંપનીઓ યુએસ એફડીએના માપદંડો અપનાવીને ઉત્પાદન પ્રક્રિયા કરી રહી છે. યુએસએફડીએની માન્યતા ધરાવતી આ કંપનીઓ પણ ડોલરના વધતા જતા મૂલ્ય ઉપર ચાંપતી નજર રાખી રહી છે, જે કંપનીઓ નિકાસ ક્ષેત્રે સંકળાયેલી છે તેમને રૂપિયાના ઘટતા જતા મુલ્યથી ફાયદો થઇ રહયો છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
