<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શાળામાંથી સડેલા અનાજનો જથ્થો ઝડપાયો

વલસાડ તા.૧૮ : વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મરધમાળ અને મોટી ઢોલ ડુંગરી ગ્રામ્ય વિસ્તારમાં શાળામાંથી સડેલા અનાજનો જથ્થો ઝડપાતા દોડધામ મચી ગઈ છે.

     ધરમપુર ના રાજકીય આગેવાન અને સ્થાનિક આગેવાનો દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવતા સડી ગયેલા ચણા અને જીવાતવાળા ચોખાનો જથ્થો મળી આવતા પુરવઠા અને મામલતદાર તંત્રને જાણ કરવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.

(2:43 PM IST)