News of Saturday, 18th January 2025
વડોદરા :જીઈબીના થાંભલાનો ઈલેક્ટ્રીક વાયર ગરદનના ભાગે અડી જતાં વીજ કરંટ લાગવાથી ખેત મજૂરનું મોત
અન્ય મજૂરો આઇસર ગાડીમાં બેઠા હોય અને મૃતક 19 વર્ષીય બહાદુરસિંહ કરમસિંહ ભવર આઇસર ગાડીમાં ઉભો રહ્યો હતો

વડોદરા :શિનોર તાલુકાના ટીંબરવા ગામે એક ખેતરમાંથી કપાસની આઇસર ગાડી ભરીને ખાલી કરવા માટે જતી વખતે જીઈબીના થાંભલાનો ઈલેક્ટ્રીક વાયર ગરદનના ભાગે અડી જતાં વીજ કરંટ લાગવાથી 19 વર્ષીય ખેત મજૂરનું મોત થયું હતું. બનાવ અંગે શિનોર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલા ટીમ્બરવા ગામે હસમુખ ચુનીભાઈ પટેલ ખેતર ધરાવે છે, તેમના ખેતરમાંથી કપાસ ભરવા માટે કેટલાક મજૂરોને બોલાવવામાં આવ્યા હતા. જે ખેત મજૂરો ટીમ ભરવા ગામે હસમુખ પટેલના ખેતરમાંથી કપાસની આઇસર ગાડી ભરીને ખાલી કરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન અન્ય મજૂરો આઇસર ગાડીમાં બેઠા હોય અને 19 વર્ષીય બહાદુરસિંહ કરમસિંહ ભવર આઇસર ગાડીમાં ઉભો રહ્યો હતો.
આ દરમિયાન જીઈબીના થાંભલાનો એક ઇલેક્ટ્રિક વીજ વાયર તેના ગરદનના ભાગે અડી જતાં વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. આ અંગે અન્ય એક ખેત મજૂર પ્રકાશભાઈ ભીંડેએ બનાવની જાણ કરતા શિનોર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મજૂર બહાદુરસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
