તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
અમદાવાદ કાંકરિયા પરિસરમાં કેન્ડી વર્લ્ડ પ્રોજેક્ટ શરુ કરાશે
કાંકરિયા ખાતે બંધ થયેલા હિલિયમ બલૂન પ્રોજેક્ટ સ્થળે હવે કેન્ડી વર્લ્ડ શરૂ કરવાની વિચારણા : રિવરફ્રન્ટ તેમજ અન્ય સ્થળે હિલિયમ બલૂનનો પ્રોજેક્ટ શરૂ કરવા અંગેની શક્યતા તપાસવામાં આવી

અમદાવાદ : શહેરીજનો આકાશમાંથી અમદાવાદનો નજારો નિહાળી શકે તે માટે થઈને રિવરફ્રન્ટ તેમજ અન્ય સ્થળે હિલિયમ બલૂનનો પ્રોજેક્ટ શરૂ કરવા અંગેની શક્યતા તપાસવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ઓઢવમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવશે. AMC બગીચાઓમાં CCTV લગાવવા અંગે ચેકિંગ કરાશે અને CCTV લગાવાયા ન હોય તેવા બગીચામાં CCTV મુકવા માટે આગામી બજેટમાં જોગવાઈ કરવામાં આવશે.
રીક્રીએશન કમિટિના ચેરમેને જણાવ્યું કે, કાંકરિયા ખાતે બંધ થયેલા હિલિયમ બલૂન પ્રોજેક્ટ સ્થળે હવે આગામી દિવસોમાં કેન્ડી વર્લ્ડ શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છીએ. 2018માં કાંકરિયા પરિસરમાં રૂપિયા 10 કરોડના ખર્ચે હિલિયમ બલૂનનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. એક વખત ઝાડ સાથે અથડાતા કાણું પડવાના કારણે હિલિયમ બલૂન નીચે પડી ગયો હતો.
મે, 2021માં તોકતે વાવાઝોડું આવતા બલૂન ફાટી ગયો હતો. હિલિયમ બલૂન એક વખત તૂટે તો તેને રિપેર કર્યા બાદ તેમાં હિલિયમ ગેસ ભરવામાં રૂપિયા 50 લાખ જેટલો ખર્ચ થતો હોવાને કારણે કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રોજેક્ટ સરન્ડર કરી દીધો હતો. હવે ફરીથી આ પ્રોજેક્ટને શરૂ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હિલચાલ શરૂ કરી છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
