<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

રેલવે ટ્રેકના 50 મીટરમાં સિંહોની અવરજવર જાણવા માટે રેલવે લગાવશે ઇન્ટ્રુશન ડિટેકશન ડીવાઈસ

એશિયાટિક સિંહોના સંવર્ધન માટે રેલવે વિભાગે વધુ એક પગલું ભર્યું

ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોના સંવર્ધન માટે રેલવે વિભાગે વધુ એક પગલું ભર્યું છે. રેલવે ટ્રેકની 50 મીટરની આસપાસ સિંહોની અવરજવરનો અંદાજ લગાવવા વિશેષ મશીન મુકાશે. “ઇન્ટ્રુશન ડિટેકશન ડીવાઈસ” નામનું વિશેષ મશીન લગાવવામાં આવશે. સિંહોના અકાળે મોત મામલે ગુજરાત હાઇકોર્ટમાં ચાલે છે જાહેરહીતની અરજી પર સુનાવણી. કોર્ટમાં સુનાવણી દરમિયાન રેલ વિભાગે માહિતી આપી હતી. રેલ વિભાગે ટેન્ડર જાહેર કર્યું, આગામી 6 મહિનામાં અમલવારીની શક્યતા હોવાનું જણાવ્યું છે

(1:09 AM IST)