<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

અમદાવાદમાં કમલેશ શાહને ત્યાં પડેલા IT દરોડાની તપાસના તાર અન્ય રાજ્યો સુધી લંબાયા: મોટા ખુલાસા થાય તેવી શક્યતા

કમલેશ શાહને ત્યાં પડેલા ઇન્કમટેક્સના દરોડાને લઈને ઓપરેશન અંગે ભારે ગુપ્તતા :CBDT એ પણ હવે તપાસમાં ઝુકાવ્યુ છે ત્યારે હવે ચોકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા

અમદાવાદ : ઇન્કમટેક્સના અધિકારીઓએ એકદમ નવી મોડેસ ઓપરેન્ડી થી ડિપાર્ટમેન્ટને પરેશાન કરનાર અમદાવાદના કમલેશ રજનીકાંત શાહના સાયન્સ સિટી ખાતેના શુકન બંગલોઝમાં નરોડા પાડીને ઘણી વાંધાજનક વસ્તુઓ કબજે લીધી હતી. જે મામલે હવે દેશના જુદા જુદા રાજ્યોમાં ઇન્કમટેક્સ ત્રાટક્યું છે. આ સાથે હવે ચોકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાએ સેવાઇ રહી છે.

કમલેશ શાહને ત્યાં પડેલા ઇન્કમટેક્સના દરોડાને લઈને ઓપરેશન અંગે ભારે ગુપ્તતા જળવાઈ રહી છે. બીજી તરફ CBDT એપણ હવે તપાસમાં ઝુકાવ્યુ છે ત્યારે હવે ચોકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. આ સાથે હવે આજકાલમાં દિલ્હીથી સત્તાવાર માહિતી જાહેર થઈ શકે છે. જેમાં અનેક ખુલાસાઓ થવાની શક્યતાઓ છે.

ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ કમલેશ શાહ ગમે ત્યાંથી ઝડપાયેલી રોકડ તેમની હોવાનો કલેમ કરતો. કમલેશ શાહએ આ મોડસ ઓપરેન્ડિથી અમદાવાદ ઉપરાંત, દિલ્હી, ચેનાઇ, રાચી, મુંબઇ જેવી અનેક જગ્યાએ તેમણે રોકડા તેમના હોવાનો કલેમ કર્યો છે. ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે ગુજરાત, દિલ્હી, ચેનાઇ, રાચી, મુંબઇમાં કમલેશ રંજનીકાંત શાહએ કલેમ કરેલી બોગસ મોડસ ઓપરેન્ડિ પકડવા માટે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. કમલેશ રંજનીકાંત શાહ, મીના કમલેશકુમાર શાહ, દેવાંગ  વ્યાસ, ગોરાંગ પંચાલ, રમેશ ઠક્કર તથા અમદાવાદની એક કંપની ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

10 તારીખે સવારે 7 વાગે અમદાવાદમાં કુલ 15 જગ્યાઓ પર ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. સાયન્સ સિટી રોડ પર આવેલા કમલેશ રંજનીકાંત શાહના અને શહેરમાં આવેલા ગૌરાંગ પંચાલના રહેઠાણ પર ઇન્કમટેકસના અધિકારીઓના દરોડા ચાલી રહી છે. આ ઉપરાંત સી.જી. રોડ પર આવેલી કંપનીની ઓફિસ તેમજ રતનપોળમાં  દરોડાની કાર્યવાહી થઈ હતી.
 

(9:55 PM IST)