તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
અમદાવાદના અમરનાથ કો-ઓપરેટીવ બેંક મેનેજરે લોકોના રૂપિયા પોતાના ખાતામાં જમાં કર્યા : કરોડોના કોભાંડની EOW માં ફરિયાદ
-વિપુલ પટેલે વર્ષ 2013માં એક્ઝિક્યુટિવ તરીકે બેન્કમાં નોકરી શરૂ કરી:બેન્કમાં RTGS માટે કરવામાં આવતી કામગીરી નહીં કરી અને અલગ-અલગ તારીખે 2.50 કરોડ ટ્રાન્સફર કર્યા :બેન્કના સોફ્ટવેરમાં તપાસ કરવામાં આવતા અલગ-અલગ વ્યક્તિઓ પાસે તેણે એન્ટ્રી કરાવેલી

અમદાવાદ : શહેરમાં બેંકનું મોટું કૌભાંડ સામે આવ્યા છે જેમાં અમરનાથ કો-ઓપરેટીવ બેંકના મેનેજરએ કોભાંડ આચર્યું છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલી અમરનાથ કો-ઓપરેટીવ બેંકના મેનેજરે 2.50 કરોડની છેતરપિંડી કરી છે મેનેજર પદની સત્તાનો દુરુપયોગ કરીને RTGS કામગીરી ના કરીને માત્ર 5 મહિનામાં 2.50 કરોડ પોતાના પર્સનલ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી
અમરનાથ કો-ઓપરેટીવ બેંકના ઓડિટમાં નવેમ્બર-2024 દરમિયાન બેન્કમાં કેટલીક શંકાસ્પદ એન્ટ્રીઓ થઈ હોય એવું જાણવા મળ્યું હતું. આ બાબતે બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને જાણ કરાઈ હતી. આ એન્ટ્રીઓ કરંટ ઓડિટર પાસે ઓડિટ કરાવવામાં આવતા અમુક એન્ટ્રીઓ જુદા-જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું હતું તે એન્ટ્રીઓમાં જુદા જુદા બેંક એકાઉન્ટમાં પૈસા લોકોનું ટ્રાન્સફર કર્યા ની વિગત મળી આવી હતી . બેંકના ડાયરેક્ટરે આ મામલાને લઈને આર્થિક નિવારણ ગુના શાખામાં ફરિયાદ નોંધાય છે અને આખું કાવતરું બેંકના એજ્યુકેટ મેનેજર વિપુલ પટેલ દ્વારા રચવામાં આવ્યું હતું
વિપુલ પટેલે વર્ષ 2013માં એક્ઝિક્યુટિવ તરીકે બેન્કમાં નોકરી શરૂ કરી હતી. ત્યારબાદ ગેરકાયદેસર રીતે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને બેન્કમાં RTGS માટે કરવામાં આવતી કામગીરી નહીં કરી અને અલગ-અલગ તારીખે 2.50 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. બેન્કના સોફ્ટવેરમાં તપાસ કરવામાં આવતા અલગ-અલગ વ્યક્તિઓ પાસે તેણે એન્ટ્રી કરાવેલી હતી.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
