<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

ઠંડા પવનો ફૂંકાતા અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં કડકડતી ઠંડી અનુભવાઇ

નલિયામાં 6 ડિગ્રી, ડીસામાં 10.7, રાજકોટમાં 10.7, ભુજમાં 11.4, કેશોદમાં 11.5, સુરેન્દ્રનગરમાં 12.5, ડિગ્રી લઘુત્તમ તાપમાન

અમદાવાદ : રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં ઠુઠવાઇ જવાય તેવા શીત પવનો ફૂંકાયા હતા. ઠંડા પવનો ફૂંકાતા અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં કડકડતી ઠંડી અનુભવાઇ છે. મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાકમાં 3 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન વધી શકે છે. આજે અમદાવાદમાં 23.8 ડિગ્રી મહત્તમ તાપમાન જ્યાર 13.7 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું હતું. 6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.

આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરતમાં 30.6 ડિગ્રી, વેરાવળમાં 30.6, પોરબંદરમાં 28, મહુવામાં 27.8, ડીસામાં 27.7, રાજકોટમાં 27.7, કેશોદમાં 27.5, કંડલા પોર્ટમાં 27, સુરેન્દ્રનગરમાં 26.8, અમરેલીમાં 26.6, નલિયામાં 26.5, ભુજમાં 26.3, વડોદરામાં 26.2, દ્વારકામાં 26.1, ભાવનગરમાં 24.8, ગાંધીનગરમાં 24.5, વલ્લભ વિદ્યાનગરમાં 24.5, ઓખામાં 24.5 અને અમદાવાદમાં 23.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

 

ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 6 ડિગ્રી, ડીસામાં 10.7, રાજકોટમાં 10.7, ભુજમાં 11.4, કેશોદમાં 11.5, સુરેન્દ્રનગરમાં 12.5, અમદાવાદમાં 13.7, કંડલા પોર્ટમાં 13.7, અમરેલીમાં 13.8, પોરબંદરમાં 14, વલ્લભ વિદ્યાનગરમાં 14.3, દ્વારકામાં 14.6, વડોદરામાં 15.8, મહુવામાં 15.9, ભાવનગરમાં 16.5, વેરાવળમાં 17.1, સુરતમાં 18.8, ઓખામાં 18.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

(9:05 PM IST)