<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

રાજયમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારામાં 1380 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 29 યાર્ડના ભાવ

ગુજરાતની 29 માર્કેટ યાર્ડમાં કુલ 1,202.48 ટન મગફળીની આવક થઇ :જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 29 માર્કેટ યાર્ડમાં કુલ 1,202.48 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારા માર્કેટ યાર્ડમા 1380 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1250 રૂ. અને નીચો ભાવ 950 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વડાલીમાં 1356 રૂ., તલોદમાં 1350 રૂ., પાંથવાડામાં 1310 રૂ., મહુવામાં 1270 રુ., ગોંડલમાં 1156 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,202.48 ટન મગફળીની આવક થઇ છે.

(9:03 PM IST)