<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

રોટલો કાચો હોવાની ફરિયાદ કરતા ગ્રાહક પર હોટલ માલિક સહિત 4 લોકોએ હુમલો કર્યો:મામલો પોલીસ મથકે પહોંચ્યો

જમવા બાબતે થયેલી નજીવી રકઝકના કારણે હોટલ માલિક સહિત 4 લોકોએ લાકડીથી હુમલો કર્યો

અરવલ્લીમાં મોડાસા બાયપાસ રોડ પર એક હોટલમાં ગ્રાહક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. શ્રીનાથજી હોટલમાં ગ્રાહક પર લાકડીવાળી થઈ હોવાનું વીડિયો સામે આવ્યો છે. જમવા બાબતે થયેલી નજીવી રકઝકના કારણે હોટલ માલિક અને ગ્રાહક મારમારી થઈ હતી.

રોટલો કાચો હોવાની ફરિયાદ કરતા ગ્રાહક પર હુમલો કરાયો હતો. હોટલ માલિક સહિત 4 લોકોએ લાકડીથી હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ કેસ કાઉન્ટર પર જાય છે જ્યાં વાતચીત કરતા કરતા રકઝક થવા લાગે છે આમ જોત જોતામાં મારામારી શરૂ થઈ જાય છે ત્યારે કેટલાક શખ્સો લાકડી વડે પર માર મારતા નજરે પડે છે

આ સમગ્ર મામલે ગ્રાહકે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે હોટલ માલિક સહિત 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(8:29 PM IST)