<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢીની મુશ્કેલી વધી :જામનગરમાં થયેલી ફરિયાદ રદ્દ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ જામનગરના એક કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.જેને લઈ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ હતી

અમદાવાદ :કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢીની મુશ્કેલીમાં વધારો થયો છે.  ઈમરાન પ્રતાપગઢી વિરુદ્ધ જામનગરમાં એક FIR દાખલ કરવામાં આવી હતી. જેને લઈને કોંગ્રેસના સાંસદે  ફરિયાદ રદ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી છે.

રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ જામનગરના એક કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેને લઈ તેમના વિરુદ્ધ જામનગરમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.  ત્યારે આ ફરિયાદને લઈ ઈમરાન પ્રતાપગઢીએ ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવાની અરજી કરી હતી. જેને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. આ મામલે હવે તમેને  ફરિયાદ રદ્દ કરવા સુપ્રીમ કોર્ટમાં જવું પડશે.

 કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢી ગત 29 ડિસેમ્બર, 2024ના રોજ જામનગરના રૂમી પાર્ક ખાતે સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સુન્ની મુસ્લિમ જમાતના સમૂહ શાદી કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન જામનગર પાલિકાના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફીના જન્મદિવસ પર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજરી આપી ઈમરાન પ્રતાપગઢીએ  સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો. અને વીડિયોના બેકગ્રાઉન્ડમાં વિવાદિત ગીતનો ઉપયોગ કર્યો હતો જેને લઈ વિવાદ સર્જાયો હતો અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સીટી એ ડિવિઝન પોલીસ મથકે રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી, કોંગી કોર્પોરેટર અલ્તાફ ખફી અને સંજરી ચેરી.ટ્રસ્ટ સામે   ફરિયાદ નોંધી હતી. 

(7:41 PM IST)