<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ સિદ્ધપુરમાં 1530 રૂપિયા સુધી બોલાયો : જાણો 40 યાર્ડના ભાવ

ગુજરાતની 40 માર્કેટ યાર્ડમાં કુલ 5,883.26 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 40 માર્કેટ યાર્ડમાં કુલ 5,883.26 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ સિદ્ધપુર માર્કેટ યાર્ડમા 1530 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1503 રૂ. અને નીચો ભાવ 1340 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય રાજપીપળામાં 1526 રૂ., ભેસાણમાં 1511 રૂ., થરામાં 1510 રૂ., અમરેલીમાં 1506 રૂ., બોટાદમાં 1505 રૂ., ગોંડલમાં 1476 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,883.26 ટન કપાસની આવક થઇ છે.

(7:07 PM IST)