News of Friday, 17th January 2025
રાસાયણિક ખાતરમાં ધરખમ ભાવ વધારો
ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો

અમદાવાદ, તા.૧૭: રાજ્યના ખેડુતોને મોટો ઝટકો લાગ્યો હતો. જેમાં ઇફ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. જેમાં રૂપિયા ૨૫૦ નો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાની વારી આવશે.
મળતી માહિતી મુજબ ઇફ્કોએ ફભ્ધ્ ૧૦૨૬૨૬ ખાતર અને ફભ્ધ્ ૧૨૩૨૧૬ ખાતરના ભાવમાં વધારો કર્યો છે. જેમાં ૫૦ કિલોની બેગ પર ઇફ્કોએ ૨૫૦ રૂ.નો વધારો કર્યો છે. જેમાં ૫૦ કિલોની બેગ નવો ભાવ રૂપિયા ૧૭૨૦ પહોંચ્યો છે. ત્યારે ઇફ્કો દ્વારા રૂપિયા ૨૫૦ નો બોજો નાખવામાં આવતા ખેડુતોના ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો થશે.
વધુ મળતી માહિતી મુજબ ૩ જાન્યુઆરી જ નવા ભાવ અમલમાં આવી ગયા હોવાનું ઇફ્કોએ જણાવ્યું હતું. રાસાયણિક ખાતરમાં વધારો થતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે. રવિ અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે. રાજ્યમાં અંદાજે ૭ લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
