<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

અમદાવાદમાં દિવ્‍યાંગો માટે સૌપ્રથમ વખત અનોખી સ્‍પર્ધા

રાજકોટઃ એક પ્રયાસ માનવતા કી ઓર ચેરીટેબલ ફાઉન્‍ડેશન દ્વારા અમદાવાદમા દિવ્‍યાંગ લોકો માટે એક અનોખી સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતુ. જેમાં અલગ અલગ ત્રણ સ્‍પર્ધા યોજાઈ હતી. ઓરબિટ ડીવાઈસ રીડિંગ, ગાયન અને મોનો એક્‍ટિંગ સ્‍પર્ધા. સૌથી ખાસ વાત એવી છે કે ઓરબિટ ડીવાઈસ રીડિંગ સ્‍પર્ધા ગુજરાતમા સૌપ્રથમ વખત આયોજન કરવામા આવી હતી. આખા રાજ્‍યભરમાંથી દિવ્‍યાંગોએ આ સ્‍પર્ધામાં ભાગ લીધો હતો.  સ્‍પર્ધાના અંતે ઇનામ વિતરણ કરવામાં આવેલ. આ સાથે જ દિવ્‍યાંગ લોકોને પરિક્ષામાં રાઈટરની સુવિધા આપતા લોકોને પણ સ્‍પર્ધામાં બોલવામાં આવી નવાજવામાં આવ્‍યાં હતાં

(3:03 PM IST)