તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી ઓર્થોપેડિક હોસ્પિટલમાં ટેક્નિશિયને નર્સ સાથે દુષ્કર્મ ગુજાર્યું
નર્સને ત્રીજા માળે લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું:જો આ અંગે જણાવશે તો તારા રિલેશનશિપ અંગે તારા માતા-પિતાને જણાવી દઇશ તેવી ધમકી આપી

વડોદરા : ઉત્તરાયણના પર્વ દરમિયાન વડોદરામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. વાસી ઉત્તરાયણના દિવસે ગોરવા વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં ટેક્નિશિયન દ્વારા નર્સ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની છે. બનાવ અંગે નર્સે અભયમને ફોન કરતા પોલીસ પહોંચી હતી અને ટેક્નિશિયન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવી પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના ગોરવા-સુભાનપુરા રોડ પર ઝાંસીની રાણી સર્કલ પાસે આધાર ઓર્થોપેડિક હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં દોઢ મહિના પહેલા પીડિત યુવતી નર્સ તરીકે જોડાઇ હતી. આ હોસ્પિટલમાં છેલ્લા 9 વર્ષથી અશરફ જીણાભાઈ ચાવડા નામનો શખ્સ રેડિયોલોજી વિભાગમાં ટેક્નિશિયન તરીકે કામ કરી રહ્યો છે અને હોસ્પિટલમાં જ ચોથા માળે રહે છે. વાસી ઉત્તરાયણના દિવસે નર્સ ફરજ પર હતી ત્યારે આ ટેક્નિશિનયન નર્સને ત્રીજા માળે લઇ ગયો હતો.
નર્સને ત્રીજા માળે લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ જો આ અંગે જણાવશે તો તારા રિલેશનશિપ અંગે તારા માતા-પિતાને જણાવી દઇશ તેવી ધમકી આપી હતી. આ ઘટનાથી હેબતાઇ ગયેલી નર્સે કોઇને જાણ કરી ન હતી. પરંતુ હિંમત દાખવીને અભયમની ટીમને ફોન કરીને મદદ માગી હતી. જેથી અભયમની ટીમ પહોંચી હતી. તેમજ બનાવ અંગે ગોરવા પોલીસને જાણ કરવામાં આવતા ગોરવા પોલીસ પણ ત્યાં પહોંચી હતી.
બનાવની ગંભીરતાને જોઈ પોલીસ પર સતર્ક થઇ હતી અને ગોરવા પોલીસ સહીતના ઉચ્ચ અધિકારીઓ પીડિતા નર્સ સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પોલીસે તપાસ હાથ ધરી હતી અને પીડિતા નર્સના નિવેદનના આધારે અશરફ ચાવડા વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવીની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આ અંગેની તપાસના ભાગરૂપે પીડિતાને તાત્કાલીક મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી હતી. બીજી તરફ હોસ્પિટલમાં પહોંચીને સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી દીધી હતી. જો કે, ઓપરેશન થીયેટરમાં સીસીટીવી નહીં હોવાનું પીડિતાના પરિવારજનોએ જણાવ્યુ હતુ. હોસ્પિટલ ખાતે તપાસ અર્થે આવેલ પોલીસને જોઈ હોસ્પિટલ બહાર લોકટોળા ઉમટી પડ્યા હતા.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
