<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

હજુ પણ ઠંડી વધશે, ઉપરા ઉપરી બે વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ આવી રહયાં છે

કાલથી નવા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના સક્રિય થવાને કારણે હવામાનમાં ફેરફાર થશેઃ રર જાન્‍યુઆરીએ વધુ એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ સક્રિય થશે

અમદાવાદઃ રાજયમાં આગામી ત્રણ દિવસ પછી ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળશે. ગુજરાત પરના વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે વિવિધ જિલ્લાના લદ્યુતમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા ત્રણ દિવસથી વધઘટ થઈ રહી છે. હાલ ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફની છે. કાલથી ત્રણ દિવસ ઠંડીમાં આંશિક રાહત મળશે. પરંતુ આગામી ત્રણ દિવસ પછી ફરીથી તાપમાનનો પારો ગગડશે અને ઠંડીમાં ધ્રુજવું પડશે.

૧૮ જાન્‍યુઆરીથી નવા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના સક્રિય થવાને કારણે હવામાનમાં ફેરફાર થશે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, આ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના કારણે ઉત્તર-પશ્ચિમ અને મધ્‍ય ભારતમાં હળવા વરસાદની શક્‍યતા છે. પાકિસ્‍તાન પર વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ છે. દક્ષિણ હરિયાણામાં પણ ચક્રવાતનું પરિભ્રમણ સર્જાયું છે. હવામાન વિભાગે જણાવ્‍યું હતું કે ૧૮ જાન્‍યુઆરીએ એક નવી પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરી શકે છે. ચાર દિવસ પછી ૨૨ જાન્‍યુઆરીએ વધુ એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ સક્રિય થશે.

(11:53 AM IST)