તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
રાજકુમારના કાર્યકાળમાં વધારો ન થાય તોપંકજ જોષીને મુખ્ય સચિવ બનવાની તક
સિનિયોરીટીને અવગણવામાં આવે તો અન્યની પસંદગી પણ થઇ શકે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૭: રાજય સરકારમાં સનદી અધિકારીઓની નિવૃતી પ્રક્રિયા ચાલતી રહે છે. રાજય સરકારના મુખ્ય સચિવ રાજકુમાર ચાલુ માસની ૩૧-૧-રપના રોજ નિવૃત થઇ રહ્યા છે હવે રાજય સરકાર તેમની સેવાઓ વધુ છ માસ માટે ચાલુ રાખે છે કે નહિં તે જોવાનું રહ્યું છે.
મુખ્ય સચિવની સેવાને ચાલુ ન રાખે તો ત્યારબાદ સિનિયર અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીને મુખ્ય સચિવ તરીકેની સેવાઓ આપવાનો લાભ મળી શકે છે. તેઓ તાજેતરમાં હાલના મુખ્ય સચિવને ત્યાં ઘરમાં લગ્ન પ્રસંગ હતો ત્યારે સરકારે હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા પંકજ જોષીને આઠથી દશ દિવસ માટે મુખ્ય સચિવનો ચાર્જ આપવામાં આવ્યો હતો.
પંકજ જોષી ૧૯૮૯ની બેચના આઇ.એ.એસ. અધિકારી છે તેમનો જન્મ ૧૯/૧૦/૧૯૬પ છે. તેઓ સિનીયોરીટીમાં હાલમાં પ્રથમ નંબરે છે. તેઓ પણ રાજય સરકારમાં વિવિધ જગ્યાએ પોતાની સેવાઓ આપી ચુકયા છે.
ભૂતકાળમાં સિનિયોરીટી નેવે મુકી નવા મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. હવે એ જોવાનું રહ્યું કે આ વખતે સિનીયોરીટી ધ્યાનમાં લેવામાં આવે છે કે નહિં.
ભૂતકાળમાં સિનિયોરીટી ધ્યાને અન્યાય થયો છે. જેના કારણે સિનિયર અધિકારીઓ ખૂબજ નારાજ થયેલા જોવા મળ્યા છે.
પંકજ જોષી પણ આગામી ઓકટોબર રપમાં નિવૃત્ત થાય છે. હવે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ તેમને મુખ્ય સચિવ બનાવવા કે નહિં તે જોવાનું રહ્યું છે. તેઓ મુખ્ય મંત્રી કાર્યાલયમાં ખૂબજ સારી સેવાઓ આપી રહ્યા છે.
સામાન્ય નાગરિક પણ તેમને મળી શકે છે. અને તેમનાથી બનતા તમામ પ્રયત્નો કરી સરકારની કામગીરી દીપી ઉઠે તેવા તેમના પ્રયાસો રહ્યા છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
