તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ રાજુલામાં 1480 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 32 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 32 માર્કેટ યાર્ડમાં કુલ 1,857.19 ટન મગફળીની આવક થઇ:જાણૉ કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 32 માર્કેટ યાર્ડમાં કુલ 1,857.19 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ રાજુલા માર્કેટ યાર્ડમા 1480 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1230 રૂ. અને નીચો ભાવ 930 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિજયનગરમાં 1356 રુ., તલોદમાં 1345 રુ., મોડાસામાં 1315 રૂ., વ્યારામાં 1300 રૂ., સાવરકુંડલામાં 1220 રૂ., ગોંડલમાં 1206 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,857.19 ટન મગફળીની આવક થઇ છે.


(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
