તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
નર્મદા જિલ્લાની ઘટના : પ્રેમમાં પંકચર પડતા પ્રેમિકાએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો
ચારેક વર્ષથી પ્રેમ સંબંધ હતો પરંતુ પ્રેમી પ્રેમિકા સાથે પ્રેમ થી વાત નહી કરી અન્ય યુવતી સાથે વાતચીત કરતો હોય પ્રેમિકા એ આ પગલું ભર્યું

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગોડદા ગામમાં પ્રેમમાં પંકચર પડતા પ્રેમિકા એ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ભોગ બનનાર ૨૭ વર્ષીય બહેનએ પોલીસ માં જાણ કર્યા મુજબ તેઓ તથા તેનો પ્રેમી અજીતભાઈ મગનભાઈ વસાવા ( રહે.ગોડદા )નાઓ વચ્ચે છેલ્લા ચારેક વર્ષથી પ્રેમ સંબંધ હોય જેથી તેઓ બંનેએ રાજીખુશીથી એકબીજાની સ્વ-સંમતિથી લગ્ન કરવાનું નક્કી કરેલ હોય, તેમ છતાં તેમની સાથે તેના પ્રેમી અજીતભાઈ નાઓ પ્રેમથી વાતચિત કરતાં ન હોય તથા તેઓ કોઈ બીજી છોકરી સાથે વાતચિત કર્યા કરતા હોય.જે વાત આ બહેન નાઓને મનમાં લાગી આવતાં તેઓએ પોતાની મરજીથી ઘરમાં રહેલી કોઈ ઝેરી જંતુનાશક દવા પી લેતા સારવાર માટે લઈ જવાયા હતા. સાગબારા પોલીસે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
