તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
ચુલી ગામમાં વીજ પોલ પર પતંગ પાડવા ગયેલ આઠ વર્ષીય બાળક ને કરંટ લાગતા દાઝી ગયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ચૂલી ગામના આઠ વર્ષીય બાળકને પતંગ લેવા જતા કરંટ લાગ્યો જેમાં એ દાઝી ગયો હતો
મળતી માહિતી અનુસાર વસંતાબેન બાબીયાભાઇ સિંગાભાઇ વસાવા, રહે. ચુલી આંગણવાડી ફળીયુ તા.દેડીયાપાડા નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ તેમના ઘરની નજીક આવેલ વિજળીના થાંભલા ઉપર જીયાનકુમાર રાજેશભાઇ બાબીયાભાઇ વસાવા (ઉ.વ.૦૮ )(રહે. ચુલી )નાઓ પતંગ પાડવા જતા તેને વિજ કરંટ લાગવાના કારણે પડી જતા શરીરે પીઠના ભાગે તથા ગળાના ભાગે તથા બંને પગે જાંઘના ભાગે ચામડી બળી જવાથી ઇજાઓ થઇ હોય દેડિયાપાડા પોલીસે આ બાબતની નોંધ લીધી છે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
