<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

રાજ્યના નગરપાલિકાના 19 જેટલા ચીફ ઓફિસરોની બદલી : જુઓ સંપૂર્ણં યાદી

પાલીતાણાના રવિકુમાર વેકરિયાને લાઠી અને લાઠીના નિકુંજ વોરાને કાલાવડ મુકાયા :કાલાવડના મૌલિક વૈશની સુત્રપાડા અને લીંબડીના કુ, પરિતા પરમારની ખેડા બદલી : અમરેલી નગરપાિલકાના ચીફ ઓફીસરની જગ્યાનો વધારાનો હવાલો પ્રાંત અધિકારીને સોંપાયો : જુઓ સંપૂર્ણ યાદી

અમદાવાદ : રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળના નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના હુકમો થયા છે જેમાં પાલીતાણાના રવિકુમાર વેકરિયાને લાઠી અને લાઠીના નિકુંજ વોરાને કાલાવડ મુકાયા છે જયારે કાલાવડના મૌલિક વૈશની  સુત્રપાડા અને લીંબડીના કુ, પરિતા પરમારની  ખેડા બદલી  કરાઈ છે કુતિયાણાના મયુર જોશીને મહુવા અને બાંટવાના પાર્થિવ પરમારને વેરાવળ પાટણ મુકાયા છે અમરેલી નગરપાિલકાના ચીફ ઓફીસરની જગ્યાનો વધારાનો હવાલો પ્રાંત અધિકારીને સોંપાયો છે

રાજ્યના નગરપાલિકાના 19 જેટલા ચીફ ઓફિસરોની બદલી જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(7:55 PM IST)