<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

નરેન્‍દ્રભાઇએ ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા પછી તરસ્‍યા રાજયની તરસ છીપાવવાનું કામ કર્યુઃ અમિતભાઇ

ગૃહ મંત્રી શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ૧૯૪ કરોડના વિકાસ કામોનું લોકાપર્ણ-ખાતમૂર્હત કર્યુ

ગાંધીનગર, તા.૧૬: કેન્‍દ્રીય ગળહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈએ કલોલ ખાતેથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના રૂ.૧૯૪ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસકાર્યોમાં ૨૬ કિમી લાંબો કલોલ-સાણંદ ૪ લેન રોડ, અમદાવાદ-મહેસાણા હાઇવે પર નવો સબ-વે તેમજ કલોલ કેળવણી મંડળના નવનિર્મિત અત્‍યાધુનિક ઓડીટોરીયમનો સમાવેશ થાય છે. અમિતભાઈએ જણાવેલ કે, સમગ્ર ઉત્તર ગુજરાત, જે પહેલાં ફલોરાઈડવાળું પાણી પીતું હતું એ ઉત્તર ગુજરાતમાં ફલોરાઈડ વગરનું પાણી પીવાની શરૂઆત આપણા નેતા નરેન્‍દ્રભાઈના પુરુષાર્થથી થઈ.  મોદી સરકાર મજબૂત ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સાથે શ્નવિકસિત ભારતઙ્ખનો પાયો મજબૂત કરી રહી છે. આ અન્‍વયે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ઈં ૧૯૪ કરોડના ખર્ચના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ધાટન અને શિલાન્‍યાસ કર્યો છે. જ્‍યારે ૨૬ કિમી લાંબો કલોલ-સાણંદ ૪ લેન રોડ અને અમદાવાદ-મહેસાણા હાઇવે પર નવો બનાવવામાં આવેલ સબવે આ વિસ્‍તારનો ટ્રાફિક હળવો કરશે અને આ વિસ્‍તારના વિકાસને નવી ગતિ આપશે.તેમજ કલોલમાં કેળવણી મંડળના નવનિર્મિત અત્‍યાધુનિક ઓડીટોરીયમનું લોકાર્પણથી આ ઓડિટોરિયમ વિસ્‍તારની શૈક્ષણિક અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓનું કેન્‍દ્ર બની રહેશે. ૨૪૧ કરોડ રૂપિયાના ખર્ચે અનેક કામો માણસા સર્કિટ હાઉસ, નીલકંઠ મહાદેવ પાસે પ્રોટેક્‍શન વોલ, બદપુરામાં મોટો ચેકડેમ અને ૨૩૫ કરોડના બેરેજના કામથી અનેક ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવવાનું છે.  નરેન્‍દ્રભાઈએ ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા પછી તરસ્‍યા ગુજરાતની તરસ છીપાવવાનું કામ કર્યું છે. નરેન્‍દ્રભાઈએ કચ્‍છ હોય, સૌરાષ્‍ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, આ દરેક જગ્‍યાએ પાણીના તળ ઊંચા લાવવાનું કામ કર્યું છે.  કાલે જ કમુરતા પત્‍યાં અને આજે ૧૯૪ કરોડના કામોની શરૂઆત ગાંધીનગર તાલુકામાં થઈ રહી છે. ૧૯૪ કરોડના કુલ ૧૯ કામોનું લોકાર્પણ અને ૮ કામોનું ભૂમિપૂજન એક સાથે કલોલ વિધાનસભામાં થવા જઈ રહ્યું છે.  કોંગ્રેસના રાજમાં સરપંચને ૫-૧૦ હજાર લેવા માટે હજાર રૂપિયાની જીપના ધૂમાડાં કરવા પડતા હતા. આજે કોઈએ એકેય ધક્કો ખાવાની જરૂર નહીં એવું રાજ મોદીના શાસનમાં ભાજપાએ આપવાનું કામ કર્યું છે.

(3:08 PM IST)