તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થી અરૂણોદય ઠાકુરને તેની ફિલ્મ ‘તીરે તીરે નર્મદા' માટે રાષ્ટ્રીય સન્માન અને ઇનામ મળ્યું

રાજકોટઃ અરુણોદય ઠાકુર, ૨૦૨૦-૨૦૨૪ બેચના, ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન, નિરમા યુનિવર્સિટીના તાાતક વિદ્યાર્થી, પ્રતિષ્ઠિત મહાકોશલ ફિલ્મ ફેસ્ટિવલમાં ડોકયુમેન્ટરી કેટેગરીમાં ૩જું ઇનામ મેળવ્યું છે. Public Service Broadcasting Trust (PSBT) અને દૂરદર્શન જેવી સંસ્થાઓમાં અનુભવ ધરાવતા પ્રોફેશનલ ફિલ્મ નિર્માતાઓના યોગદાન સહિત ૧૭૩ એન્ટ્રીઓ સામે હરીફાઈ કરીને, અરુણોદયની ફિલ્મ તીરે તીરે નર્મદા તેની ઊંડાઈ અને મૌલિકતા માટે સન્માનિત કરવામાં આવ્યા.
આ ફિલ્મ પવિત્ર નર્મદા પરિક્રમાનું અન્વેષણ કરે છે, જેમાં નદીના અદભૂત દ્રશ્યો અને પરિક્રમાવાસીઓની હૃદયસ્પર્શી વાર્તાઓ એકસાથે વણી લેવામાં આવી છે. જબલપુરના ફેસ્ટિવલમાં લગભગ ૧૦૦ લોકોના પ્રેક્ષકો માટે સત્તાવાર રીતે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું, આ ઉપલબ્ધિ અરુણોદયની સફરમાં નોંધપાત્ર સીમાચિホરૂપ રહી હોવાનું યાદીમાં જણાવાયું.
‘‘ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનના ડિરેક્ટર પ્રો. સંગીતા શ્રોફે, પ્રયોગ અને વિકાસ માટે સ્વતંત્રતા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું, અરુણોદયે તેમની સર્જનાત્મક સફરને આકાર આપવામાં પ્રો. સંગીતા શ્રોફની ભૂમિકા પર ભાર મૂકયો હતો.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
